Covaxin કે પછી Covishield કંઈ વેક્સિનથી બને છે વધુ એન્ટિબોડી, ICMR પ્રમુખનો ચોંકાવનારો દાવો

કોરોના મહામારી વિરુદ્ધ વેક્સિને મોટા હથિયાર તરીકે જોવામાં આવે છે. ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને સરકારે રસી આપવાનું શરૂ કરી દીધું છે. દેશમાં અત્યારે બે રસી ઉપલબ્ધ છે. ભારત બાયોટેકે કો વેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ. દરમિયાન લોકોમાં સૌથી વધારે ચર્ચાનો વિષય એ છે કે આ બંનેમાંથી સૌથી વધુ કારગર રસી કંઇ છે.

આ મતમતાંરને લઇને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના ડીજી ડૉ.બલરામ ભાર્ગવે મહત્વનું નિવેદન આપ્યું છે. ICMRના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવે કોવેક્સિન અને કોવિશિલ્ડ દ્વારા બનતા એન્ટિબોડીને લઇ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે,  કોવિશિલ્ડના પહેલા ડોઝ લીધા બાદ કોવેક્સિના પહેલા ડોઝની સરખામણીએ વધુ એન્ટિબોડી બને છે.’

એક રિપોર્ટ મુજબ, ડો. બલરામ ભાર્ગવે કહ્યું, ‘નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવેક્સિનની પહેલા ડોઝ લીધા પછી એન્ટિબોડી બનતી નથી, પરંતુ બીજી ડોઝ લીધા પછી પર્યાપ્ત એન્ટિબોડી મળે છે. ત્યાં જ કોવિશિલ્ડની પહેલી ડોઝ લીધા પછી જ સારી સંખ્યામાં એન્ટિબોડી બની જાય છે.

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે સમય વધારી 12-18 અઠવાડિયાનો કરવામાં આવ્યો છે. પહેલા ડોઝથી લીધા બાદ એન્ટિબોડી વધુ જોવા મળે છે. બીજી તરફ કોવેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોવિશિલ્ડના 3 મહિનાના સમયગાળાને અનિવાર્ય કરવા માટે સરકારના નિર્ણય અંગે બલરામ ભાર્ગવે કહ્યું કે, પહેલા ડોઝ પછી રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી ગઇ છે અને ત્રણ મહિનાનો સમય સારું પરિણામ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *