સરકારે 36 શહેરોમાં આજથી સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલવાની છૂટ આપી

કોરોનાના બીજા વેવમાં કેસોની સંખ્યા ઘટાડવામાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 21મી મેથી અમલમાં આવે તે રીતે મોટાભાગના વેપાર, ધંધા અને દુકાનોે સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી તેમની દુકાનો ખોલવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે.

સરકારે આપેલી આ છૂટથી નાના અને મધ્યમ તથા છૂટક વેપારીઓના ધંધા ચાલુ થશે અને તમની આવક પણ શરૂ થશે. આ સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તુની ખરીદી કરવાની તક મળશે. અત્યારે રાતના આઠથી સવારના છ વાગ્યાના ગાળામાં કરફ્યુ હેઠળ મૂકવામાં આવેલા તમામ 36 શહેરોમાં આ છૂટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપણા હેઠળ આજે મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગુજરાતના કરફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ પૂર્વવત ચાલુ રહેશે. અત્યારે આ છૂટ આગામી 27મી મે સુધી આપવામાં આવી છે. 27મી મે પછી આ મુદ્દે નવો નિર્ણય લેવામાં આવશે.

આ નિર્ણયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે નોવેલ કોરોના વાયરસથી ફેલાતી મહામારીના બીજા વેવને નિયંત્રણમાં લેવામાં મળેલી સફળતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને રોકવા નવી વધારે ચુસ્ત સૂચનાઓ પણ આપવામાં આવેલ છે.

તેમણે જણાવ્યું હતું કે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો, નાગરિકોએ આ છૂટછાટનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની તેમણે કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વિના ફરનારા નાગરિકોને અને ધંધો કરનારા વેપારીઓને આકરો દંડ કરવામાં આવશે. તેમ કરવામાં નિષ્ફળ જશો તો કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવું કઠિન બની જશે. તેથી દરેકને કોરોના સંક્રમણ અટકાવવા માટેની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે કોરોનાના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં સરકાર દ્વારા ગૃહ વિભાગના 11, મે, 2021ના હુકમથી 36 શહેરોમાં 18, મે, 2021ના રાતના આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવાના કરેલા નિર્ણયનો અમલ આગામી 28મી મે સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયો હોવાથી પરિસ્થિતીની સમીક્ષા કરી સરકારે નીચે મુજબ નિર્ણય લીધો છે.

36 શહેરોમાં રાતના આઠથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતના 36 શહેરોમાં 21, મે 2021ના  રાતના આઠ વાગ્યાથી 28, મે 2021ના સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અમલ પૂર્વવત ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ તમામ શહેરોમાં દુકાનો અને ધંધા ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

આંશિક લોક-ડાઉનમાં શું બંધ રહેશે અને શું ચાલુ રહેશે

રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ જી્ કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

** અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્?સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

** તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ  સવારના 9થી  બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

** રેસ્ટોરેન્ટ્સ સવારના 9થી રાત્રિના 8 સુધી ટેક અવે અને હોમ ડિલીવરની સુવિધા ચાલુ રાખી શકશે. અઠવાડીક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા ને કોચિંગ સેન્ટરા ે(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો , જીમ, સ્પા,  સ્વિમીંગ પુલ બંધ રહેશે.

** આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ઓનલાઈન નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.

** સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધામક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

** પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત  ચાલુ રાખી શકાશે. તમામ ધામક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધામક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધામક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્?જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

** મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક  આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા ચાલુ રહેશે. શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ  સેવાઓ ચાલ રહેશે. અનાજ તથા મસાલા દળવાની ઘંટી ચાલુ રહેશે. ઘરગથ્થુ ટીફીન સવસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવા ચાલુ રહેશે.

** પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી., સી.એન.જી.,પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટમનલ ડેપોઝ, પ્લાન્?ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ ચાલુ રહેશે. પોસ્ટ અને કુરીયર સવસ અને ખાનગી સિક્યુરીટી સેવા ચાલુ રહેશે.

** પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઆ ચાલુ રહેશે.કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા ચાલુ રહેશે.

** આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ ચાલુ રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન ર્ભંફૈંઘ-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્?સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *