NHAI Recruitment 2021: સરકારી અધિકારી બનવાની ઉત્તમ તક, પરીક્ષા વગર થશે પસંદગી, આ Direct Link થી ભરો ફોર્મ

નવી દિલ્લીઃ NHAI એટલેકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન઼્ડિયામાં નોકરી કરવાની ઉત્તમ તક. સરકારી નોકરી કરવાનું મન બનાવીને બેઠેલાં યુવાનો આ સોનેરી તક ચૂકતા નહીં. આ માટે (NHAI Recruitment 2021) NHAIએ ડેપ્યુટી મેનેજર (ટેકનીકલ) ના પદ માટે આવેદન મંગાવ્યા છે. આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ NHAI ની વેબસાઈટ nhai.gov.in પર જઈને ફોર્મ ભરવું. આ પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2021 છે.

આ સિવાય ઉમેદવાર સીધી જ આ લિંક  http://vacancy.nhai.org/vacancy/DMApplicationForm.aspx પર ક્લિક કરીને પણ આ અલગ- અલગ પદ માટે  અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://nhai.gov.in/nhai/sites/default/files થી અધિકારીક નોટીફિકેશન પણ જોઈ શકે છે. આ ભર્તી પ્રક્રીયામાં 41 ઉમેદવારોને નોકરી મળશે.

કયા પદ માટે ભરતી
ડેપ્યુટી મેનેજર (ટેકનીકલ) – 41
UR – 18
ST – 6
OBC (NCL) કેન્દ્રીય સૂચી માત્ર – 4
EWS – 10

લાયકાત
ઉમેદવારોની પાસે કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત વિશ્વવિધ્યાલય/ સંસ્થાથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ. સાથે જ સિવિલ એન્જિનિયરિંગ ડિસીપ્લીનમાં ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ (ગેટ) સ્કોર 2021 હોવો જોઈએ.

વય મર્યાદા
આ પદ માટે એપ્લાય કરવા માટે ઉમેદવારની ઉમર 30 વર્ષ હોવી જોઈએ. (આરક્ષીત શ્રેણીના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટ)

કેવી રીતે થશે પસંદગી
એન્જિનિયરિંગ ડિસીપ્લીનમાં GATE 2021 સ્કોરના આધાર પર પસંદગી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *