નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપેથી વિરૂદ્ધ આપેલ નિવેદન સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને બાબા રામદેવ વિરૂદ્ધ એપિડેમિક ડિસિસીઝ એક્ટ, 1987 હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.
આઇએમએ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન રામદેવે એક વીડિયોમાં મૂકેલા આક્ષેપોનો સ્વીકાર કરી આધુનિક મેડિકલ સુવિધાઓનો ભંગ કરે આૃથવા તેમની વિરૂદ્ધ મહામારી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવે.
આઇએમએ જણાવ્યું છે કે હવે ઘણું થઇ ગયું છે. રામદેવ દેશની વર્તમાન પરિસિૃથતિનો લાભ લઇ પોતાની ગેરકાયદે દવાઓનું વેચાણ વધારવાના પ્રયત્નો કરી રહ્યાં છે. દેશના આરોગ્ય પ્રધાન સ્વયં એલોપેથીના ડોક્ટર છે ત્યારે તેમણે રામદેવ વિરૂદ્ધ કેસ દાખલ કરવો જોઇએ. જો આરોગ્ય પ્રધાન કોઇ કાર્યવાહી નહીં કરે તો આઇએમએએ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની ધમકી આપી છે.
વાયરલ થયેલા વીડિયોમાં રામદેવ એલોપેથીની ટીકા કરતા જણાવે છે કે મોડર્ન એલોપેથી એક એવી સ્ટુપિડ ઓર દેવાલિયા સાયન્સ છે. આઇએમઅએે વધુમાં જણાવ્યું છે કે રામદેવે પોતાના દવા લોન્ચ કરવાના કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનની હાજરીમાં મોડર્ન મેડિકલ ડોક્ટરોને હત્યારા ગણાવ્યા હતાં. આઇએમએએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણા બિમાર પડે છે તો તે તેઓ પણ એલોપેથીની સારવાર લે છે.