સસ્તુ સોનું ખરીદવા માટે આજથી ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે. શુદ્ધ સોનું સસ્તુ ખરીદવા માંગતા હોય તો અહેવાલ આપણે મદદરૂપ થશે
આજથી 5 દિવસ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ખુલ્લી મુકાઈ રહી છે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક આપે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.
RBIએ આજથી ૫ દિવસ એટલેકે ૨૪ મેં થી ૨૮ મેં ૨૦૨૧ દરમ્યાન સોનાના વેચાણની તારીખની જાહેરાત કરી છે. આ બીજી શ્રેણી છે આ અગાઉ પહેલી શ્રેણીમાં 17થી 21 મે દરમિયાન સોનાનું વેચાણ કરવામાં આવ્યું હતું.
સોવરેન બોન્ડ્સ કેવી રીતે ખરીદવા?
સોવરેન ગોલ્ડ બોન્ડ્સ ઓનલાઈન ઉપરાંત બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને NSE તથા BSE સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ વેચાય છે. ઓનલાઈન પેમેન્ટથી વિશેષ છૂટ મળશે. ઓનલાઈન પેમેન્ટ કરવા પર સોનું રૂ 50 પ્રતિ ગ્રામ એટલે કે રૂ 500 દીઠ 10 ગ્રામ સસ્તું સોનુ મળશે. સોનાના બોન્ડમાં દર વર્ષે 2.5 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે.
સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે
મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.
કંઈ કિંમતે મળશે સોનુ?
Sovereign Gold Bond Scheme FY21 બીજી શ્રેણી માટે પ્રતિ ગ્રામ દીઠ રૂ 4842 ની કિંમત નક્કી કરવામાં આવી છે અને તે 24 મેથી 28 મેની વચ્ચે મળશે. પ્રથમ શ્રેણી માટેના સબસ્ક્રિપ્શન કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4777 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ઓનલાઇન ગોલ્ડ બોન્ડ ખરીદવા ઉપર પ્રતિ ગ્રામ દીઠ રૂ 50 ની છૂટ મળશે.