૨૯ મે ના રોજ નવા IPL સ્થળ વિશે જાહેરાત થાય તેવી સંભાવના
નવી દિલ્હીઃ
ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ વચ્ચેથી જ IPL ટુર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી હતી, જે હવે બાકીના ૩૧ મેચ ઇંગ્લેન્ડ અથવા UAEમાં ટેસ્ટ સીરીઝ બાદ અને વર્લ્ડ કપ પેહલા રમાઈ શકે છે. ૨૯ મે ના રોજ નવા IPL સ્થળ વિશે જાહેરાત થઈ શકે છે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી થોડી વહેલી શરૂ થાય અને બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 8 દિવસનો ગેપ છે. જો આ ગેપ ઘટાડીને 3-4 દિવસ કરવામાં આવે તો બોર્ડને આઈપીએલ મેચો માટે વધુ દિવસ મળશે.