નવી દિલ્હી : કોંગ્રેસ પર આરોપો લગાવવા જતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ફસાયા છે. ટૂલકિટ કેસ વિવાદ મામલે તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ દિલ્હી પોલીસ સમક્ષ કોંગ્રેસે તપાસની માગણી કરી છે. ત્યારે દિલ્હી પોલીસની ટીમ ટ્વિટરની ઓફિસે પહોંચી હતી.
દિલ્હી પોલીસના અિધકારીઓના જણાવ્યા અનુસાર તેઓની ટીમ દિલ્હીના લાડો સરાય અને ગુરૂગ્રામ સિૃથત ટ્વિટરની ઓફીસે પહોંચી હતી. આ ટીમ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે ટ્વિટરે સંબિત પાત્રા દ્વારા કોંગ્રેસના નામે જે ટૂલકિટ શેર કરી હતી તેને છેડછાડ વાળી કેમ ગણાવવામાં આવી હતી. તેના પુરાવા એકઠા કરવામાં આવશે.
પોલીસનો દાવો છે કે ટ્વિટર કહે છે કે આ ટૂલકિટ છેડછાડ વાળી હતી, તેથી તેને કોણે તૈયાર કરી હતી તેની જાણકારી ટ્વિટર પાસે હોઇ શકે છે. જો એવી કોઇ જાણકારી હોય તો તેને એકઠી કરવા માટે આ ટીમ ટ્વિટરની ઓફિસે પહોંચી હતી.
આ પહેલા સ્પેશિયલ સેલે ટ્વિટર ભારતના એમડી મનીષ મહેશ્વરીને નોટિસ મોકલી હતી અને 48 કલાકમાં સંબંિધત દસ્તાવેજો સાથે હાજર થવા કહ્યું હતું પણ તેઓ હાજર નહોતા રહ્યા તેથી તેઓની ઓફિસ જઇને તપાસ કરાઇ હતી.
કોંગ્રેસનો દાવો છે કે સંબિત પાત્રાએ કોંગ્રેસના નામે ફેક ટૂલકિટ ટ્વિટર પર શેર કરી હતી અને દાવો કર્યો હતો કે કોંગ્રેસ કોરોનાના નામે મોદીને બદનામ કરવા માગે છે. બાદમાં કોંગ્રેસે સંબિત પાત્રા અને અન્ય લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.