દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (DSSSB)એ અલગ-અલગ 7236 જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. આ જગ્યા માટે પ્રોસેસ 25 મેથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 24 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.
લાયકાત
અલગ-અલગ જગ્યા માટે હાઈસ્કૂલ, ઇન્ટરમીડિએટ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ચુકેલા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
એપ્લિકેશન ફી
જનરલ/OBC/EWS: 100 રૂપિયા
ST/SC/દિવ્યાંગ/મહિલાઓ: કોઈ ફી નથી
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.
આ રીતે અપ્લાય કરો:
આ જગ્યા માટે ઈચ્છુક કેન્ડિડેટ્સ દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ dsssb.delhi.gov.in પર ઓનલાઇન અપ્લાય કરે. અપ્લાય કર્યા પહેલાં એકવાર નોટિફિકેશન વાંચી લેવી. ભૂલ થશે તો એપ્લિકેશન સ્વીકારવામાં નહીં આવે.