જેફ બેઝોસને પછાડી બર્નાડ અરનોલ્ટ વિશ્વના સૌથી ધનિક : ફોર્બ્સ

નવી દિલ્હી : વિશ્વના ધનિકોની યાદીમાં બર્નાડ અરનોલ્ટ પ્રથમ નંબરે પહોંચી ગયા છે. તેઓ ે એમેઝોનના માલિક જેફ બેઝોસને પાછળ મૂકીને ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે પહોંચી ગયા છે. બીજી તરફ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળતા મુકેશ અંબાણીની સંપત્તિમાં 4.6 અબજ ડોલરનો વધારો થયો છ.

મુકેશ અંબાણી 81.2 અબજ ડોલરની કુલ સંપત્તિની સાથે હવે વિશ્વના ધનિકોની યાદીમાં 12મા નંબરે પહોંચી ગયા છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં જોરદાર ઉછાળાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં 4.6 અબજ ડોલરનો વધારો થયો છે. તે 81.2 અબજ ડોલરની કુલ સંપત્તિની સાથે 12મા નંબરે પહોંચી ગયા છે.

ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયનેયરની યાદી મુજબ શુક્રવાર સવારે 10.35 વાગ્યે બર્નાડ અરનોલ્ટ હવે ફોર્બ્સની ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ હાલમાં 191 અબજ ડોલર છે જ્યારે જેફ બેઝોસની સંપત્તિ 187.4 અબજ ડોલર છે. એટલે કે બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત 4 અબજ ડોલર થઇ ગયો છે.

ટેસ્લના એલન મસ્ક 157.5 અબજ ડોલરની સાથે આ સમયે ત્રીજા નંબરે છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ 126.6 અબજ ડોલરની સાથે ચોથા નંબરે છે. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ 120.6 અબજ ડોલરની સાથે પાંચમાં સૃથાને છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સોમવારે પણ ફેશનની દુનિયાની સૌથી મોટી કંપની એલવીએમએચના માલિક બર્નાડ આરનોલ્ટે જેફ બેઝોસનું પ્રથમ સૃથાન છીનવી લીધું  હતું.

બીજી તરફ મુકેશ અંબાણી 81.2 અબજ ડોલરની સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 12મા સૃથાને અને એશિયાના સૌથી ધનિક છે. જ્યારે ચીનના બિઝનેસમેન ઝાંગ શાનશાન એશિયાના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીથી આગળ વધી ગયા છે. તો 72.5 અબજ ડોલરની સંપત્તિની સાથે મુકેશ અંબાણી પછી એશિયાના બીજા સૌથી ધનિક બની ગયા છે.

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી એશિયન ધનિકોની યાદીમાં 66.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે આવી ગયા છે. વિશ્વના ધનિકોની યાદીમાં હવે તે 17મા સૃથાને છે.  ઉલ્લેખનીય છે કે ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનેયર રેકિંગ્સ દરરોજ બદલાય છે. વિશ્વના અલગ અલગ ભાગોમાં શેરબજાર ખૂલ્યા પછી દર પાંચ મિનિટે આ ઇન્ડેક્સ અપડેટ થાય છે.

વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓની સંપત્તિ

નામ

સંપત્તિ

(અબજ ડોલરમાં)

બર્નાડ અરનોલ્ટ

191.0

જેફ બેઝોસ

187.4

એલન મસ્ક

157.5

બિલ ગેટ્સ

126.6

માર્ક ઝુકરબર્ગ

120.6

વોરેન બફેટ

109.4

લેરી એલિસન

103.0

લેરી પેજ

102.7

સર્ગી બ્રિન

99.6

મુકેશ અંબાણી

81.6

ઝાંગ શાનશાન

72.5

ગૌતમ અદાણી

66.6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *