નવરંગપૂરા પોલીસ મથકમાં બ્લેક ફંગસના ઈન્જેક્શનના નામે ઠગાઈના કિસ્સા મામલે નવો ખુલાસો થયો છે કે ઈન્જેક્શનના કાળા બજારી કરનાર અન્ય કોઈ નહીં પણ ભાજપનો કાર્યકર્તા જીતુ ભરવાડ હોવાનું સામે આવ્યુ છે. પીપળજનો જીતુ ભરવાડ ફંગસના ઈન્જેક્શનના નામે ઠગાઈ કરવાનો માસ્ટર માઈન્ડ છે. આરોપી જીતુ ભરવાડ કોર્પોરેશન ઈલેક્શનમાં ભાજપના લાભા વોર્ડના ઉમેદવાર વિક્રમ ભરવાડનો નાનો ભાઈ છે.
તે દરમિયાન તેઓને તેમના સંબંધીએ જીતુ ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં અંકુર ચાર રસ્તા પાસે તેઓ ઈન્જેક્શન લેવા આવ્યા હતા. ત્યારે જીતુ ભરવાડ નામનો વ્યક્તિ મળ્યો હતો. રૂપિયા 5.80 લાખ જીતુ ભરવાડે લીધા હતા અને ઈન્જેક્શન લઈને આવું છું કહીને જતો રહ્યો હતો. બાદમાં ઈન્જેક્શન આપે ત્યારે અન્ય રૂપિયા આપવાનું કહ્યું હતું પણ બાદમાં રૂપિયા લઈ જીતુ આવ્યો ન હતો.
જીતુ ના ઘરે પહોંચતા તે મળી આવ્યો ન હતો. જીતુના ઘરે તેની પત્નીએ 1 લાખ પરત આપ્યા પણ અન્ય 4.80 લાખ ન આપતા પ્રવીરભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના બે દિવસ થયા પણ હજુ પોલીસે આરોપીને પકડ્યો નથી, ત્યાં આરોપી કોઈ એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તેવામાં આરોપી ભાજપ કાર્યકર્તા હોવાને કારણે પોલીસ છાવરી રહી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે.