ગાંધીનગરમાં કોલ સેન્ટર પકડાયું, ફ્લેટમાં બેસીને 2 વિદેશી યુવકો અમેરિકનોને ટાર્ગેટ બનાવતા

ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે. સાથે જ કોલ સેન્ટર ચલાવનારા બે વિદેશી વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ છે. બંને આરોપી યુવકો અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના રહેવાસી છે. જેઓ અમેરિકાના લોકો સાથે નકલી કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે. બંને યુવકો અમેરિકનોને  લાલચ આપી રૂપિયા પડાવતા અને તેને બિટકોઈનમા ટ્રાન્સફર કરતા હતા. સાયબર ક્રાઇમ ગાંધીનગર અને અડાલજ પોલીસ સ્ટેશન ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે કોલ સેન્ટરમાં નાણા પડાવાતા 
આ યુવકો અમેરિકન નંબર જેવા જ દેખાતા ફોન નંબરથી પેડે પ્રોસેસ સ્ક્રિપ્ટથી અમેરિકન નાગરિકોને કોલ કરીને લોનની લાલચ આપતા હતા. બાદમાં અમેરિકન નાગરિકોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવતા હતા. ત્યારબાદ તેઓ અમેરિકન નાગરિકોને રૂપિયા રોકડમાં ઉપાડી લેવા અને બીટકોઈન એટીએમ પર ક્યુઆર કોડ સ્કેન કરી પરત જમા કરાવા કહેતા હતા. અને રૂપિયા જમા થયા બાદ લોન એપ્રુવ થશે તેવી ખાતરી આપી બીટકોઈન વોલેટમાં રૂપિયા જમા કરી તેને પ્રોસેસ કરી રોકડમાં ફેરવી લેતા હતા.

બંને યુવકોએ લેપટોપ 13 મા માળથી નીચે ફેંક્યા 
પોલીસને જોઈને બે યુવાનોએ 13માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા હતા. પરંતુ પોલીસે ફોરેન્સિક યુફેડ વાઈસનીની મદદથી તૂટી ગયેલા લેપટોપ તેમજ મોબાઇલ માંથી ડેટા રીકવર કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *