ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા કાલીકુંડામાં PM MODI ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ બેઠકમાં શામેલ થયા નહોતા.
30 મિનીટ મોડા પહોચ્યા અને બેઠકમાં ન જોડાયા
આ બેઠકમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) અને પશ્ચિમ બંગાળના મુખ્યસચિવ બંને નક્કી કરેલા સમય કરતા 30 મિનીટ મોડા પહોચ્યા હતા. 30 મિનીટ મોડા પહોચવા છતા મમતા બેનર્જી PM MODI ની બેઠકમાં શામેલ થયા ન હતા અને એક કાગળ આપી અન્ય બેઠકમાં જવાનું કારણ આપી નીકળી ગયા હતા. મમતા બેનર્જીએ જે કાગળ આપ્યો એમાં યાસ વાવઝોડા અંગે થયેલા નુકસાનની વિગતો હતી. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મમતા બેનર્જી એ જ પરિસરમાં હોવા છતાં PM MODI ની બેઠકમાં શામેલ થયા ન હતા.
બેઠકમાં શામેલ ન થવા અંગે મમતાએ કરી સ્પષ્ટતા
PM MODI ની બેઠકમાં શામેલ ન થવા અંગે મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ સ્પષ્ટતા કરી હતી. બેઠકમાંથી તરત જ નીકળ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યના મુખ્ય સચિવે પીએમ નરેન્દ્ર મોદીને યાસ વાવઝોડાને કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગેનો અહેવાલ સોંપ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં મોડા પહોંચ્યા બાદ અને તાત્કાલિક રવાના થયા પછી મમતા બેનર્જીએ બાદમાં સ્પષ્ટતા કરી કે તેમને આ બેઠક વિશે ખબર નથી.