કોરોનાથી અનાથ થયેલા બાળકોને પીએમ કેર ફંડમાંથી 10 લાખની સહાય મળશે

નવી દિલ્હી : જે બાળકોના માતા પિતાના મોત કોરોનાને કારણે થયા હોય તેમના માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે. આ સહાય પીએમકેર ફંડ મારફતે કરવામાં આવશે કે જેની રચના કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે કરવામાં આવી છે. પીએમ મોદીની આગેવાનીમાં ગઠીત હાઇ લેવલની રિવ્યૂ મિટિગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના મહામારીને કારણે પરિવારમાં કમાનારા વ્યક્તિનું મોત થયું હોય તેવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પરિવારજનોને પેન્શન આપશે. મૃત્યુ પામેલ કમાનારા વ્યક્તિના સરેરાશ દૈનિક પગારના 90 ટકા જેટલી રકમ પેન્શનરૂપે મળશે, તેવી જાહેરાત વડાપ્રધાન કાર્યાલયે કરી હતી.

તેમણે ઊમેર્યં કે, આશ્રિતો માટે પેન્શનની સાથે સાથે કોવિડ-19થી અસરગ્રસ્ત પરિવારનો માટે વધારવામાં આવેલું વીમા વળતર પણ સુનિશ્ચિત કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકાર કોવિડ-19ના અસરગ્રસ્ત પરિવારોની સાથે છે અને તેમની આર્થિક મુશ્કેલીઓને દુર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે આ દેશના ભવિષ્યનું પ્રતિનિિધત્વ બાળકોના હાથમાં છે. અને તેથી આ દેશ બાળકોની સુરક્ષા અને રક્ષણ માટે જે પણ શક્ય હશે તે કરવા માટે તૈયાર છે. આ મહામારી અને દુ:ખદ સમયમાં બાળકોને સમર્થન આપવું અને તેની કેર કરવી તે આપણી ડયુટી બની જાય છે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે જે પણ બાળકોએ પોતાના લીગલ કે મુળ માતા પિતાને કોરોનાને કારણે ગુમાવ્યો હશે તેમને સરકાર તરફથી સહાય આપવામાં આવશે. જેમણે બાળકોને દત્તક લીધા હોય અને તેમના મોત થયા હોય તો તેવા સંજોગોમાં પણ આવા બાળકોને પણ મદદ કરવામાં આવશે. આ ત્યારે શક્ય બન્યું છે જ્યારે પીએમકેર ફંડમાં મોટા પ્રમાણમાં લોકોએ સામે ચાલીને સહાય માટે દાન કર્યું છે.

આ દરમિયાન મોદીએ પીએમ કેર ફોર ચિલ્ડ્રન નામની યોજના લોંચ કરી હતી. જેનો હેતુ કોરોના પ્રભાવિત બાળકોને મદદ કરવાનો રહેશે. બાળકો જ્યારે 18 વર્ષના થાય ત્યારે તેમને માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને જ્યારે 23 વર્ષના થશે ત્યારે તેમને 10 લાખ રૂપિયા અપાશે. બાળકો પોતાના શિક્ષણ માટે લોન લઇ શકશે અને પીએમ કેર ફંડમાંથી તેનું વ્યાજ ચુકવવામાં આવશે.

આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત બાળકોને મફત સ્વાસ્થ્ય વિમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ પીએમકેર દ્વારા ચુકવાશે. કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને મફત શિક્ષણ મળશે. આવા બાળકોને સૈનિક સ્કૂલ વગેરેમાં પ્રવેશ મળી શકશે.

આજ દિશામાં મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતની ઘણી રાજ્ય સરકારો પણ કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશની સરકારે કોરોનાથી અનાથ થયેલા બાળકોને મહિને ચાર હજાર રૂપિયાનું ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.

બિહાર સરકાર પણ કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો જ્યાં સુધી પુખ્ત થઈ ન જાય ત્યાં સુધી તેમને એક હજાર રૂપિયાનું ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. આ રકમ સમાજ કલ્યાણ વિભાગ તરફથી બાળકોને આપવાાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *