2 જૂન, મંગળવારે મંગળ પોતાની નીચ રાશિ એટલે કર્કમા જતો રહેશે. મંગળ હવે આ રાશિમાં 20 જુલાઈ સુધી રહેશે. જેની શુભ-અશુભ અસર બધી જ રાશિઓ ઉપર પડશે. મંગળની અસર યુદ્ધ, જમીન, સાહસ, પરાક્રમ અને બિઝનેસ ઉપર પણ થાય છે. સાથે જ આ ગ્રહ લગ્નજીવન, ભૌતિક સુખ-સુવિધાઓ અને સફળતા ઉપર પણ અસર કરે છે. મંગળનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ અને 6 રાશિના લોકો માટે અશુભ રહેશે. ત્યાં જ, અન્ય 2 રાશિના લોકો ઉપર મિશ્રિત અસર રહેશે.
ભવિષ્યવાણીઃ સોના-ચાંદીની કિંમત અને શેરબજાર વધશેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની કિંમત વધી શકે છે. રેશમી કપડા, પ્લાસ્ટિક અને રસાયણિક વસ્તુઓની કિંમત પણ વધવાના યોગ બની રહ્યા છે. શેરબજારમા ઉતાર-ચઢાવ પછી તેજી આવશે. મશીનો મોંઘા થઈ શકે છે. આ સિવાય ખાદ્ય પદાર્થોની કિંમતોમા ઘટાડો આવવાની શક્યતાઓ છે. દાળ-કઠોળ પણ સસ્તા થઈ જશે. સાથે જ, પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણ માટે સામાન્ય સમય રહેશે.
મંગળના કારણે હવાઈ કે પાણી સાથે જોડાયેલી દુર્ઘટનાઓની શક્યતાઓ છે. દેશના થોડા ભાગમાં હવા સાથે વરસાદ પણ થશે. ભૂકંપ અથવા અન્ય પ્રકારે પ્રાકૃતિક આપત્તિઓ આવવાની શક્યતા છે. દેશની વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલા મોટા મામલાઓ સામે આવી શકે છે. જળ સેનાની તાકાત વધશે. દેશની કાનૂન વ્યવસ્થા પણ મજબૂત થઈ શકે છે.

કુંભ સહિત 4 રાશિના જાતકો માટે સારો સમયઃ-
મંગળના રાશિ બદલવાથી વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળી શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. આર્થિક સ્થિતિમા સુધારના યોગ છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહી શકે છે. મંગળના પ્રભાવથી જૂની પરેશાનીઓ અને વિવાદ દૂર થઈ શકે છે.

મકર સહિત 6 રાશિના જાતકો માટે અશુભ સમયઃ-
મંગળના નીચ રાશિમાં આવી જવાથી મેષ, મિથુન, કર્ક, સિંહ, ધન અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 6 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. તણાવ અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમયઃ-
મંગળના પ્રભાવથી વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 2 રાશિના લોકોને થોડા મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. ફાયદો પણ થશે. પરંતુ કામકાજમાં વિઘ્ન અને ન ગમતા ફેરફારનો સામનો પણ કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે ઉતાર-ચઢાવનો સમય રહી શકે છે.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું જોઈએઃ-
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને જ ઘરેથી બહાર જવું જોઈએ. લાલ ચંદનનું તિલક કરવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરો. મસૂરની દાળનું દાન કરો. પાણીમા થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસર ઘટાડી શકાય છે.