બોક્સર Mary Kom ફાઈનલ ટક્કરમાં 3-2થી હારી, છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન બનવાની આશા અધૂરી રહી

ભારતીય મહિલા બોક્સર મેરીકોમ (Mary Kom) દુબઈમાં આયોજીત ASBC એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ હારી ગઈ હતી. છ વખત વિશ્વ ચેમ્પિયન (World Champion) એમસી મેરિકોમે ફાઈનલ મેચ ગુમાવી હતી. મેરિકોમને 51 કિલોગ્રામ વર્ગની ફાઈનલમાં બે વખત વિશ્વ ચેમ્પિયન નાઝ઼મી કાઝૈબે 3-2થી હાર આપી હતી. આ હાર સાથે જ એશિયાઈ ચેમ્પિયનશીપમાં મેરીકોમ રેકોર્ડ છ સુવર્ણ પદક જીતવાનું સપનુ પુરુ કરી શકી નહોતી.

મેરિકોમે એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપ (Asian Boxing Championship)માં સાતમી વખત હિસ્સો લીધો હતો. જેમાં તેણે બીજી વખત સિલ્વર મેડલ જીત્યો હતો. મહાન મહિલા બોક્સર મેરીએ 2003, 2005, 2010, 2012 અને 2017ની સિઝનમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે આ પહેલા 2008માં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા અને યુએઈ બોક્સિંગ ફેડરેશન દ્વારા સંયુક્ત રુપે ચેમ્પિયનશીપ આયોજીત કરાઈ હતી.

પ્રતિષ્ઠિત ચેમ્પિયનશીપ મેરિકોમ બાદ લાલબુતસાહી 64 કિગ્રા વર્ગમાં પોતાનો પડકાર રજૂ કરશે. તેના ઉપરાંત ઓલમ્પિક ક્વોલિફાઈ કરી ચુકેલી પૂજા રાની અને અનુપમા પણ ફાઈનલમાં પહોંચ્યા હતા. ભારતે આ ચેમ્પિયનશીપમાં અભૂતપૂર્વ સફળતા મેળવીને 15 મેડલ મેળવ્યા છે. આ પહેલા ભારતે બેંગકોકમાં 2019માં 13 મેડલ મેળવ્યા હતા. ચેમ્પિયનશીપ માટે 4 લાખ અમેરિકન ડોલરની પુરષ્કારની રકમ જાહેર કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *