રેવન્યુ ઇન્ટેલિજન્સ નિદેશાલયે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં કેરી ભરેલી ટ્રકમાં છૂપાવાયેલા 6.19 કરોડ રૃપિયાની કિંમતના 3092 કિલો ગાંજા સાથે ત્રણ બદમાશોને ઝડપી લીધા છે, રાજ્યમાં અત્યાર સુધી આ સૌથી મોટો જપ્ત કરાયેલો જથ્થો છે.
રાજસ્થાનનું પાસિંગ ધરાવતી ટ્રકને શુક્રવારની રાત્રે સાગર પાસે અટકાવાઇ હતી. અધિકારીઓને વાહનની ઝીણવટભરી તપાસ પછી કેરીના ટોપલા નીચે સંતાડાયેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
ટ્રકમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. એમની સામે નાર્કોટ્રિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એકટની વિવિધ કલમો અંતર્ગત ગુન્હો નોંધાયો છે.