અમદાવાદ : છેલ્લાં કેટલાંય વખતથી આંતરિક ડખાંને કારણે ભાજપે અમદાવાદ શહેરના પ્રમુખની નિમણૂંકને સ્થગિત કરવા નિર્ણય કર્યો હતો.આખરે ભાજપે અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેટર ્અમિત શાહની નિમણૂંક કરી છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આખાય સંગઠનમાં ફેરફાર કરીને નવી નિમણૂંકો આપી છે. તમામ જિલ્લા-શહેરોમાં પદાિધકારીઓની હોદ્દા આપી દેવાયા છે પણ અંદરોઅંદરની ખેંચતાણને કારણે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોની નિમણૂંક કરવી તે નિર્ણય લઇ શકાયો ન હતો. આ તરફ, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સામે કાર્યકરોએ વિરોધનો વંટોળ ઉભો કર્યો હતો.
શહેરના સંગઠનમાં મનમાની કરવી ,માનિતાઓને હોદ્દા આપી દેવા તેવી ફરિયાદો ઉઠી હતી. આ કારણોસર જગદીશ પંચાલે તો પ્રમુખ તરીકે ખુરશી બચાવવા ખૂબ જ ધમપછાડા કર્યા હતા પણ તેમાં તે સફળ થઇ શક્યા નહીં.આખરે પાટીલે જગદીશ પંચાલને રૂખસત કર્યા હતાં.
છેલ્લા પંાચ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતાં અમિત શાહને અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. અમિત શાહે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં પક્ષના નેતા ઉપરાંત આણંદ-અમદાવાદ જિલ્લા પ્રભારીપદે પણ કામગીરી નિભાવી છે. ઉલ્લેખનીય છેકે, ગાંધીનગર જિલ્લા પ્રમુખ પદે પણ અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.