ચીનમાં હવે ‘હમ દો હમારે તીન’, દેશમાં વૃદ્ધોની સંખ્યા વધતા સરકારે લીધો નિર્ણય

China’s Family Planning Policy : ચીનની (China) સરકારે તેમની ફેમિલી પ્લાનિંગ (Family Planning Policy) પોલીસીમાં છૂટ આપી દીધી છે. હવે ચીની દંપત્તિઓ (Couples) ત્રણ બાળકો સુધી પ્લાન (Three-Child Policy) કરી શકશે. સરકારે આ ચીનની વસ્તી રચનાને સુધારવા માટે આ નિર્ણય લીધો છે. ચીનમાં મોટી ઉંમરના (Elderly People) લોકોની સંખ્યા વધી રહી છે જેને લઇને હવે સરકારે 2 ની જગ્યાએ 3 બાળકોની છૂટ આપી દીધી છે.

ચીનની વસ્તી કેટલી ?

31 મે 2021 સુધીના આંકડાઓની જો વાત કરવામાં આવે તો ચીનની વસ્તી (China’s Population) લગભગ 1,439,323,776 જેટલી છે. જે દુનિયાભરની વસ્તીના 18.47 ટકા છે અને ચીન દુનિયાભરમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે. વસ્તીની દ્રષ્ટિએ ચીનની ડેન્સીટી 153/ km2 છે. જ્યારે ચીનમાં 2018 ના આંકડા પ્રમાણે 249.49 મિલીયન લોકો 60 વર્ષથી ઉપરની ઉંમરના છે. જે કુલ વસ્તીના 17.9 ટકા થાય છે. શહેર કરતા ગાંમડાઓમાં ઓલ્ડ એજ લોકોની સંખ્યાનો દર વધુ છે.

એક આંતરરાષ્ટ્રીય અખબાર પ્રમાણે, ચીનની સરકારે 2 બાળકોની (Two-Child Policy) જ છૂટ આપતી પોલીસીને બદલીને હવે કપલ્સને ત્રણ બાળક સુધીની છૂટ આપી છે. ચીનમાં જન્મદર સતત નીચો જઇ રહ્યો હતો જેને કારણે અહીં સીનીયર સિટીઝન્સનું પ્રમાણ વધી રહ્યુ હતુ. આની જાહેરાત સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી (Ruling Communist Party) દ્વારા કરવામાં આવી છે.

અર્થતંત્ર સામે પણ જોખમ ઉભુ

ચીનમાં જન્મદર નીચો જતા લેબર ફોર્સમાં પણ ઘટાડો થયો સામે વધુ ઉંમરના લોકોની સંખ્યા વધતા ઔદ્યોગિક વ્યૂરચના સામે પણ જોખમ ઉભુ થયુ છે. ચીનને ગરીબીમાંથી બહાર આવતા દાયકાઓ નીકળી ગયા હતા માટે ત્યાંની સરકાર હવે આ સમસ્યાના સમાધાન માટે જન્મદર વધે તે દિશામાં પગલા લઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, ચીનમાં વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે સરકારે બે બાળકોનો (Two-Child Policy) કાયદો બનાવ્યો હતો, જેને કારણે હવે ચીનમાં ઓલ્ડ એજ લોકોની સંખ્યા વધી રહી છે. ચીન વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમે આવે છે. સરકારે હવે અહીં બે બાળકોની છૂટ આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *