વિમલ ઓઈલ પર CBIના દરોડા : બેન્કો સાથે કરોડો ની છેતરપિંડી

અમદાવાદ : બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળના આઠ બૅન્કોના કન્સોર્ટિયમ સાથે રૂા. 810 કરોડની છેતરપિંડી કરનાર ગુજરાતના મહેસાણામાં  હનુમંત હેડૂવા ગામ પાસે પલાવાસણા રેલવે ક્રોસિંગ નજીક મહેસાણા હાઈ વે પર આવેલી  કંપની વિમલ ઓઈલ એન્ડ ફૂડ્સ લિમિટેડ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આજે દરોડા પાડયા છે.

અમદાવાદ અને મહેસાણામાં મળીનસ્છ સ્થળોએ આજે દરોડ ાપાડયા હતા અને તેમની સામે કેસ પણ ફાઈલ કર્યો છે. બૅન્ક ઑફ ઇન્ડિયાની અમદાવાદ ખાતેની કોર્પોરેટ બ્રાન્ચના ડેપ્યુટી જનલર મૅનેજર અજેય ઠાકુરે કરેલી ફરિયાદને આધારે સીબીઆઈએ એફઆઈઆર ફાઈલ કરી છે.

બૅન્ક ઑફ ઇન્ડિયાના અજેય ઠાકુરે કરેલી ફરિયાદમાં આરોી તરીક ેજયેશ ચંદુલાલ પટેલ, મુકેશ નારાણભાઈ પટેલ, દિતિન નારાયણભાઈ પટેલ તથા મોના જિજ્ઞોશ આચાર્યનું નામ આરોપી તરીકે લખ્યાવ્યું છે. આ પાંચેય મળીને બૅન્ક ઑફ ઇન્ડિયા અને તેની સાથે કોન્સોર્ટિયમમાં જોડાયેલા આઠ બૅન્કોના મળીને રૂા. 810 કરોડ ડૂબાડયા છે. આ ચારેય મળીને બૅન્કો સાથે ફ્રોડ કર્યો છે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ બીજા બે જણ પણ આ ફ્રોડ કરવામાં ભળેલા છે.

વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિમિટેડ અન ેતના ડિરેક્ટર્સે બૅન્ક ઑફ ઇન્ડિયા અન અન્ય આઠ બૅન્કોએ મળીને ક્રેડિટની સુવિધાઓ આપી હતી. આ ક્રેડિટના નાણાં જે હેતુથી લેવાયા હતા તે હેતુ માટે ઉપયોગમાં લીધા વિના જ કંપનીએ અન્ય કામ માટે ડાયવર્ટ કર્યા હોવાનું પણ બૅન્કોએ કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

તેમણે ધંધા માટે નાણાં લીધા હતા, પરંતુ ધંધાકીય વહેવારો તેમની પોતાની કંપનીઓ, તેમની સાથી કંપનીઓ અને તેમની ભગીની પેઢીઓમા ંજ કર્યો હતો. ખાદ્યતેલના કામ સાથે ન સંકળાયેલી હોય તેવી કંપનીઓ સાથે તેમણે સોદાઓ કર્યા હતા. તેમણે જે કંપનીઓ પાસે ચોક્કસ મટિરિયલની ખરીદી કરી તેના પણ ઊંચા દામના બિલ બનાવવામાં આવ્યા હતા.

પસંદગીના ભાગીદારો સાથે જ તેમણે આર્થિક વહેવારો કર્યાહતા. આ કંપનીઓ તેમના દરેક કામમાં સાથ આપતી હતી. કોન્સોર્ટિયમની જે નવ બૅન્કો પાસેથી તેમણે ક્રેડિટ લીધી હતી તે સિવાયની બૅન્કોમાં વિમલ ઓઈલના ડિરેક્ટર્સ તેમના ખાતાઓ ચલાવતા હતા. તેમાં જ તમામ આર્થિક વહેવારો કરતાં હતા. 2014થી 2017ના સમયગાળામાં આ કંપનીઓએ મળીને બૅન્કો સાથે છેતરપિંડી કરી હતી.

આ રીતે તેમણે બૅન્કોને અંદાજે રૂા. 678.93 કરોડનું નુકસાન કરાવ્યું હતું. આ રીતે તેમણે ખોટી રીતે લાભ પણ લીધો હતો. ઇન્ડિયન પીનલ કોડની કલમ 420 હેઠળ તેમની સામે કેસ કરવામાં આવ્યો છે. તેમ જ પ્રીવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 13 (2) અને 13(1) (ડી) પણ લગાવવામાં આવી છે. ભોપાલ સીબીઆઈના ઇન્સ્પેક્ટર આર.કે. શ્રીવાસ્તવે તેમની સામે ફરિયાદ કરી છે.

બેન્ક સાથે છેતરપિંડી કરનાર વિમલ ઑઈલના ડિરેક્ટર્સ

જયેશ ચંદુલાલ પટેલ

મુકેશ નારણભાઈ પટેલ

દિતિન નારાયણભાઈ પટેલ

મોના જિજ્ઞોશ આચાર્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *