મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને કોંગ્રેસ અગ્રણી લાખાભાઈ પરમાર ના પુત્ર ધર્મેશ પરમાર ની હત્યા કરવામાં આવી છે. હત્યાની જાણ થતાં આઈ. જી/ એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા પાછળનું કારણ કોઈ જૂની અદાવત અને રાજકીય કારણ માનવામાં આવી રહ્યું છે.
આજે સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. કુહાડી અને તલવાર જેવા ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, તેમજ આરોપીઓને પકડવા તેમજ હત્યા અંગેના ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જુનાગઢના બિલખા રોડ પર રામ નિવાસ પાસે યુવાનની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જુનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ મેયરના પુત્રની હત્યાને લઈને શહેરમાં સોપો પડી ગયો છે અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતકના પરિવારે મૃત દેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી છે. આ હત્યાની ઘટના અત્યારે શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.