વસ્ત્રાપુરમાં એસીપીના ઘરમાંથી રૂ.૧૩.૯૦ લાખની મતાની ચોરી

અમદાવાદ : જનતાની સુરક્ષાની જવાબદારી જેના માથે છે તે પોલીસના ઘરે જ ચોરી થતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. વસ્ત્રાપુરમાં સરકારી વસાહતમાં રહેતા એચ.ડિવીઝનમાં એસીપી તરીક ફરજ બજાવતા પી.એમ.પ્રજાપતીના ઘરમાં ધોળે દહાડે ચોરીનો આ બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યો શખ્સ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના મળીને કુલ રૂ.૧૩,૯૦,૫૦૦ ની માલમતા ચોરી ગયો હતો. બનાવની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં બહુમાળી ભવન સામે વસ્ત્રાપુર સરકારી વસાહતમાં ડી ટાઈપ ટાવરમાં પહેલે માળે એચ.ડિવીઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા પી.એમ.પ્રજાપતી તેમના પત્ની લતાબહેન સાથે રહે છે. ૩૧ મે ૨૦૨૧ના રોજ તેમના પત્ની લતાબહેન ક્રકા સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં જ રોકાયાહતા. લતાબહેન અરવલ્લીના સાદરવ ગામ પ્રાથમિક શાળામાં સિ૭ીકા તરીકે ફરજ બજાવે છે.તેમનો દિકરો વતનમાં અભ્યાસ કરે છે. જ્યારે ૧ જુન ૨૦૨૧ના રોજ એસીપી પી.એમ.પ્રજાપતી સવારે ૧૧ વાગ્યે તેમની ઓફિસે જવા રવાના થયા હતા.

દરમિયાન ૧ જુનના રોજ રાત્રે પ્રજાપતી રાત્રે ૧૦.૩૦ વાગ્યે નોકરી પરતી ઘરે આવ્યા ત્યારે ઘરના સેટી પલંગમાંથી અને બેડરૂમના કબાટમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આથી તેમણે તેમના પત્નીને બનાવ અંગે જાણ કરતા તે દ્વારકાથી રાત્રે જ અમદાવાદ આવવા નીકળીને સવારે ૬ વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પ્રજાપતીએ તેમના પત્નીને કહ્યું હતું કે તે રાત્રે નોકરી પરથી આવ્યા ત્યારે સેખ્ટી ડોરનો દરવાજો ખુલ્લો જણાયો હતો. જોકે તેમણે અંદરનો લાકડાનો દરવાજો બંધ કરેલો હતો. ઉપરાંત શેટી પલંગનું ગાદલુ અને ચાદર અસ્તવ્યસ્ત જમાયું હતું.

લતાબહેને ઘરમાં તપાસ કરતા શેટી પલંગમાં મુકેલું મંગળસુત્ર, બે તોલાની સોનાની ચેઈન, સોનાનુ કેડીયુ, પાંચ લાખ રોકડા, ઉપરાંત કબાટમાંથી સોનાની ચેઈન, સોનાનું પેન્ડલ, હીરાજડીત વીંટી, નાકની ચાર ચુની, સોનાનું કેડીયુ, સોનાની આઠ બુટ્ટી, દોઠ લાખ રોકડા સિલ્વરના ૧૨ ગ્લાસ મળીને કુલ રૂ.૧૩,૯૦,૫૦૦ ની માલમતાની ચોરી થઈ હોવાનું જણાયું હતું.

આ અંગે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તે સિવાય ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ આવી પહોંચી હતી.

સરકારી વસાહતમાં સીસીટીવી કેમેરા નથી

સોસાયટીઓમાં સીસીટીવી ન હોય તો પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે. પણ વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સીસીટીવી કેમેરા જ નથી. જેને કારણે પોલીસને તપાસમાં મુસ્કેલી ઉભી થઈ હતી.

જાણબેદુનો હાથ હોવાની શંકા

એસીપીના ઘરમાં દોળે દહાડે જે રીતે ચોરી થઈ હતી તેના પરતી તેમાં કોઈ જાણબેદુનો હાથ હોવાની પોલીસને શંકા છે. કારણકે પ્રાથમિક તપાસમાં ઘરનો સામાન વ્યવસ્થિત પડેલો હતો. આમ આરોપીને રોકડ રકમ અને દાગીના ક્યાં છે તેની જાણ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. ક્રાઈમ બ્રાંચેઆ બિલ્ડીંગમાં કામ કરતા એક નોકરને પુછપરછ માટે તાબામાં લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *