ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે હવે રસીકરણને વેગવાન બનાવવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યાં છે. શુક્રવારથી ગુજરાતના તમામ જિલ્લા મથકોએ 18થી 44 વર્ષના લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોડી સાંજે આ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોજ 2.25 લાખ યુવાઓને કોરોનાની રસી આપવા સુદ્રઢ આયોજન કરાયુ છે. કુલ મળીને રૂપાણી સરકારે રોજ કુલ મળીને ત્રણ લાખ લોકોને રસી આપવા લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ગુજરાતમાં કોરોનાની મહામારીએ કેટલાંક લોકોનો ભોગ લીધો છે ત્યારે હવે કોરોનાના કેસો માંડ માંડ ઘટયાં છે. ગુજરાતને કોરોનાના સંક્રમણથી મુક્ત કરવાનો ધ્યેય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસીકરણ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, હાલ 45 વર્ષથી વધુ વય અને 18થી 44 વર્ષના લોકોને વિના મૂલ્યે રસી આપવામાં આવી રહી છે.ગુજરાત સરકારે ત્રણ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.
આજે યુવાઓમાં રસી લેવાનો ય ઉત્સાહ છે ત્યારે આવતીકાલ તા.4થી જૂનથી ગુજરાતના તમામ જિલ્લા મથકોએ 18થી 44 વર્ષના લોકોને મફત રસી આપવામાં આવશે. અત્યાર સુધી 10 શહેરોમા ંજ 18થી 44 વર્ષના સવા લાખ યુવાઓને રોજ રસી આપવામાં ં આવતી હતી પણ હવે જિલ્લા-તાલુકા મથકોએ પણ રસી લગાવાશે જેના કારણે રસીકરણને વધુ વેગ મળશે.
રાજ્યના તમામ જિલ્લા મથકોએ કુલ મળીને 1200 વેકસીન કેન્દ્રો પર રસી આપવા આયોજન કરાયુ છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારની મદદથી 18 લાખ યુવાનોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. હવે 2.25 લાખ યુવાઓને રસીકરણમાં આવરી લેવામાં આવશે.જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યુ હશે તેમને એસએમએસ થકી સૃથળ,સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે.
આ ઉપરાંત 45થી વધુ વયના 75 હજાર લોકોને પણ રોજ રસી અપાશે.આમ કુલ મળીને ત્રણ લાખ લોકોને રસી આપવા નક્કી કરાયુ છે. વિનામૂલ્યે રસીકરણ અભિયાનને વેગ આપી ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહેશે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી હતી. ેટૂંકમાં, શુક્રવારથી રોજ ત્રણ લાખ લોકોને રસી આપવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે.