નવી દિલ્હી : દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અિધકારીઓએ બે અફઘાન નાગરિકોની 136 કરોડ રૂપિયાના હેરોઇન સાથે ધરપકડ કરી છે. આ બંને અફઘાનીઓ શેમ્પૂ અને હર કલરની બોટલમાં હેરોઇન છુપાઇને લાવ્યા હતાં તેમ અિધકારીઓએ જણાવ્યું હતું. અિધકારીઓના જણાવ્યા અનુસાર તાજેતરમાં જપ્ત કરવામાં આવેલ આ હેરોઇનનો સૌથી મોટો જથૃથો છે.
આ બંને અફઘાન નાગરિકો દુબઇથી દિલ્હી આવ્યા હતાં. કસ્ટમ વિભાગે જારી કરેલા નિવેદન અનુસાર આ બંને અફઘાન નાગરિકોની બેગોને જ્યારે એક્સ રે બેગેજ સ્કેનિંગ મશીનમાંથી પસાર કરવામાં આવી તો તેમાં શંકાસ્પદ અને વાંધાજનક સામગ્રી હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ વધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શેમ્પુ અને હેર કલરની બોટલોમા 19.48 કીલો હેરોઇન છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ ડિપાર્ટમેન્ટે વધુમાં જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા હેરોઇનને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
જો કે પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ જથૃથો હેરોઇનનો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા હેરોઇનના જથૃથાનું મૂલ્ય 136.6 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. હેરોઇનનો જથૃથો જપ્ત કરવામાં આવ્યા આ બંને અફઘાન નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
હૈદરાબાદ એરપોર્ટની ઘટના
બે આફ્રિકન મહિલાઓ પાસેથી 78 કરોડનું 12 કિલો હેરોઇન જપ્ત
હૈદરાબાદ : હૈદરાબાદ એરપોર્ટ પર રવિવારે બે અલગ-અલગ કિસ્સાઓમાં બે આફ્રિકન મહિલાઓ પાસેથી કુલ 12 કિલો હેરોઇન ડી.આર.આઇ. (ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. જેમાંથી એક મહિલા યુગાન્ડાની અને બીજી મહિલા ઝામ્બીયાની વતની છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડી.આર.આઇ.એ બાતમીના આધારે ઝામ્બીયાની માકુમ્બા કેરોલની તપાસ કરી હતી અને તેની પાસેથી 8 કિલો હેરોઇન ઝડપાયું હતું.
માકુમ્બા દોહાથી હૈદરાબાદની ફ્લાઇટમાં બેઠી હતી. બીજી કિસ્સામાં યુગાન્ડાની એક મહિલા થોડાં દિવસો પહેલાં હૈદરાબાદ આવી હતી અને તેની એક બેગ ત્યારે ખોવાઇ હતી. જેથી તે આજે તેની ખોવાયેલી બેગ લેવા એરપોર્ટ પર આવી હતી અને આ બેગમાંથી 4 કિલો હેરોઇન ઝડપાયું હતું. આ બન્ને જથૃથાની કુલ બજારકિંમત 78 કરોડ છે.