મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં 235 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને મુર્હૂત કર્યું છે.
જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ હોવાનું જણાવ્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રસીકરણ વધુ થાય તેવા સરકારના પ્રયત્નો છે.
દરરોજ ત્રણ લાખ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. સાથે જ રાજકોટમાં એઈમ્સ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે એઈમ્સનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને એઈમ્સને જોડતા ખંઢેરી સ્ટેશનને પણ વિકસાવવામાં આવશે.
દેશના નક્શામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન મળશે. એઈમ્સ હોસ્પિટલે દર્દીઓને પહોંચવા માટે ખંઢેરી રેલવે સ્ટેશનનું મહત્વ રહેશે.