કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ ફરી સરકાર બનાવી દીધી હતી, જે સાથે જ હવે જે પણ નેતાઓ મમતાનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તેમાંથી કેટલાક નેતાઓ હવે ટીએમસીમાં પરત આવવા માગે છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ટીએમસી છોડીને ૩૦ જેટલા નેતાઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જોકે ટીએમસીની જીત થતા હવે આ નેતાઓ પોતાનો નિર્ણય બદલવા તૈયાર થઇ ગયા છે અને ઘરવાપસીની તૈયારી કરી રહ્યા છે.
ટીએમસીના પૂર્વ ધારાસભ્ય દીપેંદુ બિશ્વાસે મમતાને પત્ર લખીને માફી માગી હતી. ટીએમસીની ટિકિટ ન મળવાથી તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. પોતાના પત્રમાં બિસ્વાસે કહ્યું હતું કે ટીએમસીને છોડી દેવાનો નિર્ણય ભાવનાત્મક અને બહુ જ ખોટો હતો અને હું પરત ટીએમસીમાં જોડાવવા માગુ છું. અન્ય નેતાઓ કે જેઓ ભાજપમાં જોડાયા અને હવે ટીએમસીમાં પરત આવવા માગે છે તેમાં ટીએમસી ધારાસભ્ય સોનાલી ગુહાનો પણ સમાવેશ થાય છે.