૮,૧૦૦ કરોડના બેંક કૌભાંડી સાંડેસરા બંધુઓનેે પરત લાવવા પ્રયાસો તેજ

મેહુલ ચોક્સી પછી, વડોદરાના ૮,૧૦૦ કરોડના બેંક લોન કૌભાંડી મોસ્ટ વોન્ટેડ સંાડેસરા પરિવાર (સ્ટલગ બાયોટેક અને સ્ટર્લિંગ ઇન્ટરનેશનલ ગૃપ) ને આલ્બેનિયા અને નાઇજિરીયાથી ભારતમાં પરત લાવવાના પ્રયાસ સરકારે તેજ કરી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે રાજદ્વારીઓ અને તપાસ એજન્સીઓની એક ટીમ આલ્બેનિયા અને નાઇજીરીયન સરકાર સાથે સંપર્કમાં છે અને આલ્બેનિયા અને નાઇજિરિયન સરકારે આ મોસ્ટ વોન્ટેડ પરિવારના મામલે ચર્ચા કરવામાં રસ દાખવ્યો છે

આલ્બેનિયા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણની સંધિનથી, પરંતુ એવુ માનવામાં આવે છે કે અલ્બેનિયા અને નાઇજિરીયા સાથે સારા રાજદ્વારી સંબંધો હોવાથી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી નિતિન અને ચેતન સાંડેસરાની ધરપકડ કરવા માટે પૂરતી છે. ઉલ્લેખનીય છે કે રૃ.૮,૧૦૦ કરોડનું બેંક કૌભાંડ કરીને બે વર્ષથી ફરાર વડોદરાના સંાડેસરા પરિવારે વર્ષ ૨૦૧૮માં જ આલ્બેનિયન નાગરિકત્વ મેળવી લીધુ હતુ અને તેમને ત્યાંના પાસપોર્ટ પણ ઇસ્યુ કરી દેવાયા છે.

આ કેસમાં ઇ.ડી. એ કરેલી તપાસ મુજબ સંડેસરા બંધુઓએ ભારત બહારની ૯૨ મળીને ૩૪૦ બોગસ કંપનીઓ બનાવી હતી અને તેના દ્વારા ભારતીય  બેંકોમાંથી લીધેલી લોનના કરોડો રૃપિયા હવાલા મારફતે વિદેશમાં ટ્રાન્સફર કરી દીધાહતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *