શેર બજારની આજે રેકોર્ડબ્રેક શરુઆત થઇ છે. સેંસેક્સ આજે તમામ રેકોર્ડ તોડીને એક નવી ઉંચાઇએ પહોંચ્યો છે. આજે દિવસના શરુઆતના વેપારમાં સેંસેકસ 52626 પર પહોંચ્યો છે. વૈશઅવિક માર્કેટમાં મળેલા મજબૂત સંકેતોના કારણે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે શેર બજાર એક નવી ઉંચાઇ પર ખુલ્યું હતું. સેંસેક્સની સાથે આ તરફ નિફ્ટી પણ 15835ની સપાટીએ પહોંચ્યો છે.
રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ, ઇંફોસિસ અને એચડેફસીના શેરોમાં તેજીના પગલે સેંસેક્સ 52626.64ના રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2021 બાદ આજે સેંસેક્સ રેકોર્ડ સ્તર પર ગયો છે. બજારમાં તેજીના કારણે રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. તેમની સંપતિમાં અમુક કલાકની અંદર જ એક લાખ કરોડ કરતા વધારે રકમનો વધારો થયો છે.
સેંસેક્સના રેકોર્ડ
12 જાન્યુઆરીએ સેંસેક્સ 49569.14 પર પહોંચ્યો
21 જાન્યુઆરીએ સેંસેક્સ ઐતિહાસિક 50,184.01ના ઓલટાઇમ હાઇ સ્તર પર પહોંચ્યો
5 ફેબ્રુઆરીએ સેંસેક્સ 51073ના નવા સ્તર પર પહોંચ્યો
8 ફેબ્રુઆરીએ સેંસેક્સ 51409.36ની નવી સપાટી પર પહોંચ્યો
9 ફેબ્રુઆરીએ 51835.86નો રેકોર્ડ બનાવ્યો
16 ફેબ્રુઆરીએ સેંસેક્સ 52516.76 પર પહોંચ્યો
11 જુને સેંસેક્સ રેકોર્ડબ્રેક 52600ની સપાટી પર પહોંચ્યો