અમદાવાદના નરોડા પાસે સૈજપુર બોઘામાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
આ ઘટના સૈજપુર બોઘા પોલીસ ચોકી પાસે બની છે.
નેશનલ ઓટો મોબાઈલ કંપનીમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.
આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 31 ગાડી ઘટના સ્થળે પહોચી છે અને સાથે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા છે.
હાલ આગ બુજાવવની કામગીરી ચાલુ છે અને તેના માટે રોબોની પણ મદદ લેવાઈ રહી છે.