અમેરિકન દૂતાવાસમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીની એપોઇન્ટમેન્ટ ફરી શરૂ કરાઈ

નવી દિલ્હી : ભારતમાં આવેલા અમેરિકન દૂતાવાસ આજથી ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી પર 14મી જૂનથી એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કરશે. અમેરિકન દૂતાવાસના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ભારતમાંથી આવતી વિઝા અરજીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અરજીઓ અંગે જલદીથી એપોઇન્ટમેન્ટ મળે તેને પ્રાથમિકતા અપાઇ રહી છે.

આ વિદ્યાર્થીઓને જલદીએપોઇન્ટમેન્ટ આપી જુલાઇ કે ઓગસ્ટમાં અરજીઓ અંગે નિર્ણય લઇ શકાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસના મિનિસ્ટર કાઉન્સેલર ફોર કોન્સ્યુલર અફેર્સ ડોન હેફ્લિનનું કહેવું છે કે અગાઉ અમેરિકા અભ્યાસ કરતા હતા હવે જેમને ફરી અભ્યાસ પૂર્ણ કરવા પરત આવવાનું છે તેવા વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનનો કોઇ પુરાવો આપવાની જરૂર નથી.

તેમને નાત્ર નેગેટિવ કોવિડ રિપોર્ટ આપવાની જ જરૂર છે. વધુ અભ્યાસ માટે અમેરિકા આવવામાગતા વિદ્યાર્થીઓની સંખ્યા ભારતમાં ખૂબ મોટી છે પરંતુ કોવિડ મહામારીના કારણે તેઓ વિઝા અરજીમાટેની એપોઇન્ટમેન્ટ  મેળવી શક્યા નથી.

એમ્બસી 14મીથી વિઝા ઇન્ટર્વ્યુ માટેના સ્લોટ આપવાની શરૂઆત કરવામાં આવશે. ડોન હેફ્લિનનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારની ચિંતા અને આતુરતાથી અમે માહિતગાર છીએ.

તમામ અરજીઓને પ્રાથમિકતા આપી જુલાઇ-ઓગસ્ટ સુધીમાં અરજીઓ અંગે નિર્ણય લઇ શકાય તે દિશામાં અમે કામગીરી કરી રહ્યાં છીએ. જે વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી આવ્યા છે અને જેમની ટર્મ પહેલી ઓગસ્ટથી શરૂ થાય છે તેમને અત્યારે પ્રાથમિકતા અપાઇ રહી છે. આ વિદ્યાર્થીઓ ટર્મ શરૂ થવાના 30 દિવસ પહેલાં પમ અમેરિકાનો પ્રવાસ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *