આવનારી પેઢી માટે ધરતીને સ્વસ્થ અને સુંદર રાખવી આપણી ફરજ છે : UN બેઠકમાં મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની એક વર્ચ્યુઅલ હાઇ લેવલ બેઠકને સંબોધિત કરી છે. આ સંવાદ મરુસ્થળીકરણ (રણ), જમીનનું ધોવાણ અને દુષકાળ પર કેન્દ્રિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં માનવ ગતિવિધિઓથી જમીનને થયેલા નુકસાનને ફરીથી ઠીક કરવાની સામુહિક જવાબદારી માનવ સમાજની છે. વડાપ્રધાને કહ્યું કે આપણી ફરજ છે કે આપણે આવનારી પેઢીને એક સ્વસ્થ ધરતી આપીએ.

તેમણે કહ્યું કે જમીનની અધોગતિથી દુનિયાના બે તૃતિયાંશ ભાગ પર અસર પડી છે. જો તેના પર ધ્યાન નહીં આપવામાં આવે તો આપણા સમાજ, અર્થવ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા, સેફ્ટી અને ક્વોલિટી લાઇફ ઉપર ખરાબ અસર પડશે. જેથી આપણે ધરતી અને તેના સંસાધનોનો ઉપયોગ ઘટાડવો જોઇએ. આપણા માટે ઘણા બધા કામ છે, આપણે બધા તેને સાથે મળીને કરીશું.

વડાપ્રધાને કહ્યું કે ભારતે ધરતીને હંમેશા મહત્વ આપ્યું છે. અમે ધરતીને પવિત્ર માનીએ છીએ અને તેને માતાનો દરજ્જો આપીએ છીએ. ભારતે લેંડ ડિગ્રેશનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર પહોંચાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ધરતીના પુનઃસ્થાપનથી સારા સ્વાસ્થ્ય માટેનું ચક્ર શરુ થઇ શકે છે. જેના વડે જમીનની ઉત્પાદકતા, ખાદ્ય સુરક્ષા અને સારી રોજગારી વધશે. ભારતના અનેક વિસ્તારોમાં અમે તે માટે કેટલાક નવા રસ્તાઓ અપનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ દ્વારા બોલાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટૂ ધ યૂનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટૂ કોમ્બૈટ ડેજર્ટિફિકેશનના 14મા સત્રના અધ્યક્ષ છે. આ બેઠકને કૃષિ ઉદ્યોગના નેતા, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સિવિલ સોસાયટી ગૃપના પ્રતિનિધિ પણ સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *