કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ, SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ આપ્યું હતું વિવાદિત ભાષણ

અમરેલી એસપી વિરુદ્ધ જાહેરમાં વિવાદિત ભાષણ કરવાના આરોપીમાં કરણી સેના ના રાજ શેખવાતની ચોટીલા પોલીસે ધરપકડ કરી છે. કાઠી સંમલેન દરમ્યાન પોલીસ વિરુદ્ધના ભાષણને લઈને આ કાર્યવાહી કરાઈ છે. રાજ શેખાવાત ને ચોટીલા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. રાજ શેખાવતે અમરેલી એસપી સામે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

સુરેન્દ્રનગર ચોટીલા ખાતે બે મહિના અગાઉ એક સંમેલન યોજાયુ હતું. જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસલી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે. અટકાયત બાદ કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

શું કહ્યું હતું રાજ શેખાવતે….
અમે જોઈ લઈશું અમરેલીના એસપીમાં કેટલી તાકાત છે. ફૌજી માણસ છું, જે બોલું છું તે કરું છું. સંવિધાનનો સહારો લઈને મારા સમાજને દબાવે છે. એકવાર યુનિફોર્મ લઈને આવી જા, સામસામે લડી લઈએ. શેખાવત એકલો ભારે પડશે. આ એ સમાજ છે જેણે ઈતિહાસ રચ્યો છે, જેણે બલિદાન આપ્યા છે. તુ યુનિફોર્મમાં છે એટલે બચી ગયો છે, બાકી તો ગુમ થઈ ગયો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *