સ્વિસ બેંકો(Swiss Bank)માં ભારતીયોના વ્યક્તિગત અને કોર્પોરેટ નાણાં વર્ષ 2020 માં વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક (રૂ 20,700 કરોડ) થયા છે. આ વધારો રોકડ થાપણના રૂપમાં નહિ પરંતુ સિક્યોરિટીઝ, બોન્ડ્સ અને અન્ય નાણાકીય ઉત્પાદનો દ્વારા રાખવામાં આવેલી હોલ્ડિંગથી કરાયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન ગ્રાહકોની થાપણની રકમ ઓછી થઈ છે. ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા વાર્ષિક ડેટામાં માહિતી ભાર આવી છે. આ આંકડો છેલ્લા 13 વર્ષમાં સર્વાધિક છે.
આ ભંડોળ ભારત સ્થિત શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વિસ બેંકોમાં મુકવામાં આવ્યા છે. સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોનું કુલ ભંડોળ વર્ષ 2019 ના અંતમાં 89.9 કરોડ સ્વિસ ફ્રેન્ક (6,625 કરોડ રૂપિયા) હતું. વર્ષ 2020 માં તે વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક(રૂ 20,700 કરોડ) થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તે સતત બે વર્ષ સુધી ઘટાડો નોંધાયો હતો જોકે હાલનો લેટેસ્ટ આંકડો 13 વર્ષમાં સૌથી વધુ છે.
બીજી તરફ અન્ય બેંકો દ્વારા 38.3 કરોડ સ્વિસ ફ્રેન્ક (રૂ 3,100 કરોડથી વધુ) રાખવામાં આવ્યા છે. 20 લાખ સ્વિસ ફ્રેન્ક (રૂ 16.5 કરોડ) જ્યારે મહત્તમ 166.48 કરોડ સ્વિસ ફ્રેન્ક (આશરે 13,500 કરોડ) બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય ઉત્પાદનોના રૂપમાં ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે.
SNBએ જણાવ્યું હતું કે ગ્રાહક ખાતાની થાપણ તરીકે વર્ગીકૃત થયેલ ભંડોળ ખરેખર 2019 ની તુલનામાં ઘટી છે. વર્ષ 2019 ના અંતમાં તે 55 કરોડ સ્વિસ ફ્રેન્ક હતી. ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં વર્ષ 2019 માં 74 લાખ સ્વિસ ફ્રેન્કની સરખામણીએ ડધાથી વધુનો ઘટાડો થયો છે. જો કે અન્ય બેન્કો દ્વારા રાખવામાં આવેલા ભંડોળ 2019 માં 88 મિલિયન સ્વિસ ફ્રેન્ક કરતા ઝડપથી વિકસ્યા છે.
વર્ષ 2019 માં ચારેય કેસોમાં ભંડોળની ઘટ હતી. આ આંકડાઓ બેંકો દ્વારા એસએનબીને આપવામાં આવ્યા છે અને તે સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા કાળા નાણાં અંગે કોઈ સંકેત આપતું નથી. આ આંકડામાં સ્વિસ બેંકોમાં ભારતીયો, એનઆરઆઈ અથવા અન્ય ત્રીજા દેશોના કંપનીઓ રાખી શકે તે રકમનો પણ સમાવેશ નથી.
એકંદરે સ્વિસ બેંકોમાં જુદા જુદા દેશોના ગ્રાહકોની થાપણો વધીને 2020 માં લગભગ 2000 અબજ સ્વિસ ફ્રેન્ક થઈ ગઈ છે. આમાંથી 600 અબજ સ્વિસ ફ્રેંક વિદેશી ગ્રાહકોની થાપણો છે. બ્રિટન આ યાદીમાં ટોચ પર છે. તેના નાગરિકોની સ્વિસ બેંકોમાં 377 અબજ સ્વિસ ફ્રેન્ક છે. તે પછી યુએસ (152 અબજ સ્વિસ ફ્રેન્ક) આવે છે.
ટોચના 10 માં અન્ય લોકોમાં વેસ્ટ ઇન્ડીઝ, ફ્રાંસ, હોંગકોંગ, જર્મની, સિંગાપોર, લક્ઝમબર્ગ, કેમેન આઇલેન્ડ અને બહામાસ છે. ભારત આ યાદીમાં 51 મા ક્રમે છે અને ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, હંગેરી, મોરેશિયસ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોથી આગળ છે. બ્રિક્સ દેશોમાં ભારત ચીન અને રશિયાથી નીચે છે પરંતુ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આગળ છે.
સ્વિસ ઓથોરિટીએ હંમેશાં એવું કહેતી રહી છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીયોની સંપત્તિને કાળા નાણાં તરીકે ગણી શકાય નહીં અને તેઓએ હંમેશા કરચોરી સામે ભારતને સમર્થન આપ્યું છે. ભારત અને સ્વિટ્ઝર્લ વચ્ચે કરવેરાની બાબતમાં માહિતીનું આદાન પ્રદાન 2018 થી થઈ રહ્યું છે. આ વ્યવસ્થા હેઠળ સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં 2018 થી રાખવામાં આવેલા તમામ ભારતીય રહેવાસીઓની વિગતવાર નાણાકીય માહિતી સપ્ટેમ્બર 2019 માં પ્રથમ વખત ભારતીય કર અધિકારીઓને આપવામાં આવી હતી. સિસ્ટમ પ્રમાણે દર વર્ષે તેનું પાલન કરવું પડે છે.