આજે સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ : દેશના રાજકારણ અને આર્થિક સ્થિતિમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે

જેઠ મહિનાના સુદ પક્ષની બારસ તિથિ એટલે આજે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. જે 6 જુલાઈ સુધી રહેશે. આ 15 દિવસ જેઠ મહિનો રહેશે. જ્યોતિષીઓ પ્રમાણે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી વરસાદની ઋતુ શરૂ થઈ જશે. જ્યોતિષમાં સૂર્યના રાશિ અને નક્ષત્ર બદલવા અંગે ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ વર્ષે આર્દ્રા નક્ષત્રના પ્રવેશ કાળના આધારે જ્યોતિષ ગણના મુજબ સારો વરસાદ થવાના યોગ બની રહ્યા છે.

સૂર્યની ચાલમાં ફેરફાર થવાથી દેશ-દુન્યાના રાજકારણ, સામાજિક અને આર્થિક સ્થિતિ ઉપર પણ અસર પડશે. તેના પ્રભાવથી દેશમાં મોટા વ્યવસ્થાને લગતા નિર્ણયો લેવામાં આવી શકે છે. દેશમાં અનેક જગ્યાએ વરસાદના કારણે પ્રાકૃતિક આપત્તિઓ આવે તેવી શક્યતાઓ છે. સાથે જ દેશમાં રાજનૈતિક અને આર્થિક ઊથલપાથલ પણ થઈ શકે છે.

કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આર્દ્રા નક્ષત્ર ઉપર રાહુનો વિશેષ પ્રભાવ રહે છે
કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આર્દ્રા નક્ષત્ર ઉપર રાહુનો વિશેષ પ્રભાવ રહે છે

સૂરજને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છેઃ-
સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં આવવાથી ખીર-પૂરી અને અનેક પ્રકારના પકવાન બનાવીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને પૂજા અને સ્વાગત કરવામાં આવે છે. માન્યતા છે કે આ પરંપરાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. કાશીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આર્દ્રા નક્ષત્ર ઉપર રાહુનો વિશેષ પ્રભાવ રહે છે. જે મિથુન રાશિમાં આવે છે. જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં હોય છે ત્યારે પૃથ્વી રજસ્વલા થાય છે. આ નક્ષત્ર ઉત્તર દિશાનો સ્વામી છે. તેને ખેતીના કાર્યોમાં મદદગાર માનવામાં આવે છે.

સૂર્યની ચાલથી ઋતુઓમાં ફેરફાર થાય છેઃ-
સૂર્ય કોઈપણ રાશિમાં મહિના સુધી રહે છે. આ પ્રકારે 2 રાશિઓ બદલાય ત્યારે ઋતુઓમાં પણ ફેરફાર થાય છે. જેમ કે 19 એપ્રિલથી 21 જૂન સુધી વૃષભ અને મિથુન રાશિમાં સૂર્યના રહેવાથી આ દરમિયાન ગ્રીષ્મ ઋતુ રહે છે. જ્યારે સૂર્ય મિથુન રાશિથી કર્કમા જાય છે ત્યારે વરસાદની ઋતુ શરૂ થાય છે જે 22 ઓગસ્ટ સુધી રહે છે.

સૂર્યના કન્યા અને તુલા રાશિમાં હોવાથી શરદ ઋતુ રહેશે, જે 22 ઓગસ્ટથી 23 ઓક્ટોબર સુધી રહેશે. પછી વૃશ્ચિક અને ધન રાશિમાં હોવાથી 23 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી હેમંત ઋતુ અને તે પછી મકર અને કુંભ રાશિમાં રહેવાથી 21 ડિસેમ્બરથી 18 ફેબ્રુઆરી સુધી શિશિર ઋતુ રહેશે.

સૂર્યના નક્ષત્ર પરિવર્તનના દિવસે સાધુ-સંતો સાથે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન કરાવીને અને વસ્ત્ર દાન કરાવીને ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે
સૂર્યના નક્ષત્ર પરિવર્તનના દિવસે સાધુ-સંતો સાથે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન કરાવીને અને વસ્ત્ર દાન કરાવીને ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે

સૂર્યને સંસારની આત્મા કહેવામાં આવે છેઃ-
ડો. મિશ્ર જણાવે છે કે જ્યોતિષ અને ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનો આર્દ્રા નક્ષત્રમા પ્રવેશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન સૂર્ય ઊર્જાનો પ્રતીક છે અને આરોગ્યના કારક છે. સાથે જ ભગવાન સૂર્યને સંસારની આત્મા કહેવામાં આવે છે અને તે પ્રકૃતિનું કેન્દ્ર છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનના દિવસે સાધુ-સંતો સાથે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન કરાવીને અને વસ્ત્ર દાન કરાવીને ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે છે. પક્ષીઓ માટે માળો પણ બાંધવામાં આવે છે. વિષ્ણુ અને શિવજીની કૃપા પોતાના ભક્તો ઉપર હંમેશાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *