કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહ સિન્ધુભવન વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. ત્યારે ગાંધીનગર લોકસાભા અંતર્ગત આવતી 4 વિધાનસભામાં કાર્યક્રમ હાજરી આપશે. આ અગાઉ 5 જૂને આયોજિત કાર્યક્રમ રદ થયો હતો. અમદાવાદના સિન્ધુભવન રોડ સ્થિતિ AMC પ્લોટમાં અમિત શાહ રૂબરૂ ઉપસ્થિત રહેશે.
જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે અમિત શાહ બોડકદેવ વેક્સીનેશન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રૂપાલ ખાતે વેક્સીન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. રસીકરણ સેન્ટર પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકાર ના મોટા રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
રૂપાલ વેક્સીનેશન સેન્ટર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા અને રૂપાલ ખાતે આવેલા વરદાયિની માતા મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહ મંત્રી અમિત શાહ એક ગાડીમાં ગાંધીનગર સરકીટ હાઉસ આવી પહોંચ્યા હતા.
જ્યારે સીએમ વીજય રૂપાણી અલગ ગાડીમાં સરકીટ હાઉસ પહોંચ્યા હતા. જો કે, સરકીટ હાઉસના બીજા માળે સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી.