Vaccination: એક દિવસમાં રસીનાં રેકોર્ડબ્રેક 82 લાખ ડોઝ લગાવવામાં આવ્યા, PM મોદીએ કહ્યું “વેલડન ઇન્ડિયા”

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે, દેશભરમાં આજથી રસીકરણ અભિયાનની ગતિ તેજ કરવામાં આવી છે. અને પહેલા જ દિવસે દેશમાં રસીકરણનો રેકોર્ડ નોંધાયો છે. સરકારી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કોરોના રસીના 82 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના રેકોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતા વડા પ્રધાન મોદીએ “વેલડન ઇન્ડિયા” કહ્યું છે.

કેન્દ્ર સરકારનાં નિશુલ્ક રસીકરણ અભિયાનની ઘોષણા પીએમ મોદીએ થોડા દિવસ પહેલા કરી હતી, કેન્દ્ર સરકારે રસીનાં ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ખુદ ખરીદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 25 ટકા વેક્સિન ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદવામાં આવશે.

કેન્દ્ર સરકાર હવે આ રસી ખરીદીને તે રાજ્ય સરકારને જ આપશે, જ્યારે અગાઉ રાજ્યોને પણ આ રસી ખરીદવાનું કહેવામાં આવ્યું હતું. આજે સવારથી રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ કારણોસર રસીનાં 81 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે કોવિન એપ્લિકેશન મુજબ, અત્યાર સુધીમાં 82,70,212 રસી લગાવવામાં આવી છે.

રસીકરણ અંગે વડા પ્રધાન મોદીએ ટિ્‌વટ કર્યું કે, “આજના રેકોર્ડ બ્રેક રસીકરણના આંકડાઓ આનંદદાયક છે. કોવિડ-19 સામે લડવા માટે રસી એ આપણું સૌથી મજબૂત શસ્ત્ર બન્યું છે. તે બધાને અભિનંદન. જે લોકોને રસી લગાવવામાં આવી છે, અને બધા ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ કે જેમણે આ સુનિશ્ચિત કર્યુ કે તેમાં નાગરિકોને રસી મળી શકે, વેલ્ડન ઇન્ડિયા “, પીએમ મોદીના ટ્વિટને રીટ્વીટ કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે અહીંથી વધું આગળ વેલ્ડન ઇન્ડિયા.

જ્યારે, મધ્ય પ્રદેશમાં પણ રસીકરણનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રસી આપવામાં આવી હતી. સરકારી આંકડા મુજબ સાંજના 6 વાગ્યા સુધી રાજ્યમાં 13,71,171 લોકોને રસી આપવામાં આવી. સરકારે દશ લાખ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, પરંતુ હજી સુધી ત્રણ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *