International Widows Day 2021 : 23 June એ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ એ, સંયુક્ત રાષ્ટ્રનો એક વિધવાઓ અંગેનો જાગૃતિ દિવસ છે. જેમાં પતિના મરણ બાદ વિધવા મહિલાઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય દિવસ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં દર વર્ષે 3 May ના રોજ રાષ્ટ્રીય વિધવાઓ નો દિવસ પણ મનાવવામાં આવે છે.
રાષ્ટ્રીય વિધવા દિવસ હોય કે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ હોય, બંને દિવસ વિધવાઓની સમસ્યાઓ ઉજાગર કરવા અને તેમના જીવનના પડકારો સામે લડવામાં, લોકોને વિધવાઓને મદદ કરવા પ્રોત્સાહિત કરવા માટે વિધવાઓને સમર્પિત કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ થીમ 2021
આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 2021ની થીમ “અદ્રશ્ય મહિલાઓ, અદૃશ્ય સમસ્યાઓ” છે. જીવનસાથી તે છે જે એકબીજાના દુ:ખમાં ભાગ લે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાં સાથ આપે. પરંતુ જ્યારે એક પતિ દુનિયામાંથી વિદાય લઈ જાય છે, ત્યારે પત્ની તમામ દુ:ખો સહન કરવા માટે સમાજમાં એકલી પડી જાય છે અને તેના પતિના ગયા બાદ તેના તમામ દુ:ખો સમાજમાંથી અદ્રશ્ય થઈ જાય છે.
વિવિધ સમાજ-ધર્મમાં તો વિધવાઓને અમુક વિશેષ અધિકારોથી પણ વંચિત રાખવામા આવે છે. એટલા માટે વિધવા દિવસ 2021 ની આ થીમ, આવી વિધવા મહિલાઓની મુશ્કેલીઓને સમાજમાં ઉજાગર કરવાનું કામ કરશે.
શા માટે ઉજવાય છે વિધવા દિવસ ?
આ દિવસ ઉજવાવનો ઉદ્દેશ્ય એ છે કે નીતિ નિર્માતાઓ એ વિધવા મહિલાઓને લઈને અત્યાર સુધી કોઈ વિશેષ વિચારણા નથી કરી. મોટા ભાગની પોલિસી આમ નાગરિકો, મજૂરો, બેરોજગાર યુવાઓ અને સમાજના અન્ય પીડિત વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જો કે નીતિ નિર્માણ બેઠકોમાં વિધવા મહિલાઓને લઈને વિશેષ રૂપથી કોઈ જ ચર્ચા કરવામાં નથી આવતી. આ પ્રકારનું વલણ એ સાબિત કરે છે 258 મિલિયનથી પણ વધુ લોકોના (વિધવાઓના) મુદ્દાઓ પર કોઈ જ પ્રકાશ ફેંકવામાં નથી આવતો.
આંતરરાષ્ટ્રીય વિધવા દિવસનો ઇતિહાસ
ઈતિહાસમાં પહેલીવાર એટલે 2005 માં વિધવા દિવસ મનાવવાનો શ્રેય લૂંબા ફાઉન્ડેશનને જાય છે. એક ભારતીય નાગરિક રાજ લૂંબા આ લૂંબા ફાઉન્ડેશનના સંસ્થાપક છે. 1997 માં, રાજે પોતાની પત્ની વિના ચૌધરી સાથે યુકેમાં શ્રીમતી પુષ્પા વતી લૂંબા ટ્રસ્ટની સ્થાપના કરી અને ફરી તેનું નામ બદલીને “લૂંબા ફાઉન્ડેશન” કરી નાખ્યું.
લૂંબા ફાઉન્ડેશને ભારત સહિત અન્યો દેશોમાં પણ સરકારી અને બિન સરકારી સંગઠનો વચ્ચે ઘણી ખ્યાતિ મળી. વિધવાઓ સામે આવતી સમસ્યાઓને આંતરરાષ્ટ્રીય સમુદાયોને સમજવા માટે ભારત સરકારે રાજ લૂંબાની પણ મદદ કરી હતી. એક દિવસ 21 ડિસેમ્બર 2010 ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિધવાઓ માટે એક દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો ઉદ્દેશ્ય લાખો કરોડો વિધવા મહિલાઓની સમસ્યા અને તેને સમાજમાં પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાનો હતો.
વિધવાઓ વિશે
વિશ્વ આર્થિક મંચની વેબસાઇટ દ્વારા પ્રકાશિત એમ્મા બાથાના લેખ ‘ક્યાં દેશમાં સૌથી વધુ વિધવાઓ છે?’ મુજબ વિધવાઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં જોવા મળે છે. જે લગભગ 45 મિલિયન છે. આ સિવાય ભારતીય વિધવાઓ પૂરા દેશ અને દુનિયાના સૌથી દયનીય સમૂહોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ 23 જૂને મનાવવામાં આવે છે. કારણ કે રાજ લૂંબાના પિતા જગીરી લાલ લૂંબાનું 23 જૂન 1954 ના દિવસે નિધન થયું હતું અને રાજની માતાને વિધવાના રૂપમાં છોડી દીધી હતી.