વિશ્વના સૌથી મોટા ઇન્વેસ્ટર પૈકીના વોરન બફેટે તાજેતરમાં ગેટ્સ ફાઉન્ડેશનને 30 હજાર કરોડની જંગી રકમ દાનમાં આપી છે. આ પછી ફરી એકવાર આ ચર્ચા શરૂ થઇ છે કે દુનિયાના સૌથી મોટા દાની કોણ? આ વ્યક્તિની શોધ ભારતમાં આવીને અટકે છે.
આપને જણાવી દઈએ કે ટાટા ગ્રૂપ(Tata Group)ના સ્થાપક જમશેદજી ટાટા નું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. જમશેદજી ટાટાએ સૈકા દરમ્યાન 102 અબજનું દાન આપીને વિશ્વના સૌથી મોટા દાની તરીકે ઉભરી આવ્યા છે. હુરન રિસર્ચદ્વારા તૈયાર કરાયેલા ટોપ -50 દાતાઓની યાદીમાં જમસેટજી ટાટા ટોચ પર બિરાજમાન છે.
જમશેદજી ટાટાએ 1892 થી દાની તરીકે નામના મેળવી છે
વિશ્વના ટોચના દાતાઓની યાદીમાં જણાવાયું છે કે ટાટા એક એવા સમૂહના સ્થાપક છે જે મીઠાથી માંડીને સોફ્ટવેર સુધીની બનાવે છે. તે ૭૪.૬ અબજ ડોલર દાન કરનાર બિલ ગેટ્સ અને તેમની અલગ થયેલી પત્ની મેલિન્ડાથી ઘણા આગળ છે. ગેટ્સ દંપતી સિવાય વોરન બફેટે અત્યાર સુધીમાં ૩૭.૪ અબજ ડોલર, જ્યોર્જ સોરોસને ૩૪.૮ અબજ ડોલર અને જોન ડી રોકફેલરે 26.8 અબજ ડોલરનું દાન આપ્યું છે. હુરુનના પ્રમુખ અને મુખ્ય સંશોધક રુપર્ટ હુગવર્ફે જણાવ્યું હતું કે ભારતના ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાની છે. તેમણે કહ્યું કે જમશેદજીએ તેમની બે તૃતીયાંશ સંપત્તિ ટ્રસ્ટને આપીછે જે શિક્ષણ અને આરોગ્ય સહિત ઘણા ક્ષેત્રોમાં કાર્યરત છે. જમશેદજી ટાટાએ 1892 થી દાન આપવાનું શરૂ કર્યું હતું.
આ યાદીમાં સામેલ બીજા ભારતીય અજીમ પ્રેમજી છે.
હુરુન રિપોર્ટ અને એડલજીવ ફાઉન્ડેશનની યાદીમાં બીજા ભારતીય વિપ્રો (Wipro) નો અઝીમ પ્રેમજી(Azim Premji) છે. તેમણે દાનના કાર્યો માટે તેમની લગભગ 22 અબજ ડોલરની સંપત્તિ દાન કરી છે. હુગવર્ફે કહ્યું કે આલ્ફ્રેડ નોબેલ જેવા કેટલાક નામો છે જે છેલ્લી સદીના ટોચના 50 દાતાઓની સૂચિમાં પણ નથી. આ યાદીમાં 39 લોકો અમેરિકાના છે. આ પછી બ્રિટન (UK) ના 5 લોકો અને ચીનનાં 3 લોકો સામેલ છે. કુલ 37 દાતાઓ મૃત્યુ પામ્યા છે. યાદીમાંથી ફક્ત 13 લોકો જીવિત છે. હુગવર્ફે એમ પણ કહ્યું હતું કે આજના અબજોપતિઓ જેટલું દાન કરે છે તે કરતા વધુ ઝડપથી કમાઇ રહ્યા છે.