અમેરિકા:ATMમાંથી મહિલાએ 1400 રૂપિયા ઉપાડ્યા અને અકાઉન્ટમાં 7417 કરોડ રૂપિયા આવી ગયા, રાતોરાત અબજપતિ બની ગઈ

જો તમે ATMમાં પૈસા ઉપાડવા જાવ અને અચાનક ખબર પડે કે તમારા ખાતામાં કરોડો રૂપિયા છે તો તમે આશ્ચર્યચકિત થઈ જશો કે આટલા પૈસા ક્યાંથી આવ્યા. કંઈક આવો જ કિસ્સો અમેરિકાના ફ્લોરિડામાં સામે આવ્યો છે. લાર્ગોમાં ગયા શનિવારે જુલિયા યોન્કોવસ્કી નામની એક મહિલા એક લોકલ બેંકમાં પૈસા ઉપાડવા ગઈ, ત્યાં તેને પોતાનું અકાઉન્ટ બેલેન્સ ચેક કર્યું તો તેના હોંશ ઉડી ગયા. તેના ખાતામાં કરોડો રૂપિયા હતા.

અચાનક બેંક અકાઉન્ટમાં અબજો ડોલર આવી ગયા
ATMમાંથી જે બેંક રસીદ આવે છે તે પ્રમાણે, જુલિયા યોન્કોવસ્કીના અકાઉન્ટમાં $999,985,855.94 અમેરિકન ડોલર એટલે કે 7417 કરોડ કરતાં વધારે રૂપિયા હતા. આ જાણીને તેને આશ્ચર્ય થયું. આખરે તેના અકાઉન્ટમાં આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા. તેણે કહ્યું, હે ભગવાન, હું આ જોઈને ગભરાઈ ગઈ છું. મને લાગે છે કે ઘણા લોકો એમ વિચારી રહ્યા હશે કે મને લોટરી લાગી ગઈ છે.

ATMમાંથી 20 ડોલર ઉપાડવા ગઈ હતી
જુલિયા માત્ર 20 ડોલર ઉપાડવા માટે ATMમાં ગઈ હતી. તેણે જણાવ્યું કે, જ્યારે 20 ડોલર ઉપાડવા માટે મશીન દ્વારા મેસેજ આવ્યો કે આ પૈસા મળી જશે, પરંતુ તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. આ કારણે તેને કોઈ ટ્રાન્ઝેક્શન ન કર્યું. યોન્કોવસ્કીએ જણાવ્યું કે, હું એટલા માટે ડરી ગઈ હતી, કેમ કે તે સાયબર ક્રાઈમ પણ હોઈ શકે છે.

બાદમાં બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી
જેવી જ તેણે ખબર પડી કે તે ટેમ્પરરી અબજપતિ બની ગઈ છે તો, તેણે ચેઝ બેંકના ATMમાં જઈને તપાસ કરી. જો કે, બે દિવસ પછી, અબજ ડોલરની આ અનોખી કહાની વિશે ચેઝ બેંક દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી. ન્યૂઝ વેબસાઈટ WFLAને બેંક અધિકારીએ જાણકારી આપી કે, જુલિયાના બેંક અકાઉન્ટમાં બેલેન્સ પહેલાથી જ નેગેટિવમાં હતું. તેમણે એમ પણ માહિતી આપી હતી કે જો કોઈ પણ બેંક ખાતામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય ત્યારે આ પ્રકારની સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ હતું કે જ્યારે જુલિયા તેના ખાતામાંથી 20 ડોલર ઉપાડવા માગતી હતી, ત્યારે તે આટલી ઓછી રકમ પણ ઉપાડી શકતી ન હતી.

રકમનો ઉપયોગ ન કર્યો
જુલિયાને જ્યારે ખબર પડી કે તેના અકાઉન્ટમાં કરોડો રૂપિયા હોવા છતાં તેને પૈસાને ટચ ન કર્યા. તે જણાવે છે કે, હું આવા કિસ્સાઓથી વાકેફ છું, જેમાં લોકો પહેલા પૈસા ઉપાડી લે છે અને બાદમાં તેમને તે પૈસા પરત કરવા પડ્યા હોય. હું આ પૈસાનું કઈ નહીં કરું કેમ કે તે મારા પૈસા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *