T20 વર્લ્ડ કપ 2021 17 ઓક્ટોબરથી આ દેશમાં યોજાશે

17 ઓક્ટોબરથી યુએઈમાં આઈસીસી ટી-20 વિશ્વકપનો પ્રારંભ થશે. અગાઉ ટી-20 વિશ્વકપ ભારતમાં રમાવાની વાતો હતી. પરંતુ કોરોનાની મહામારીને લીધે ભારતમાં ટી-20 વિશ્વકપનું આયોજન નહીં કરાય. આ ટુર્નામેંટમાં 16 ટીમો ભાગ લેશે. જેનો ફાઈનલ મુકાબલો 14 નવેમ્બરે રમાશે.

આ ટૂર્નામેંટનું આયોજન પહેલા ભારતમાં કરવાનું હતુ. કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં ચાલી રહેલા આઈપીએલને વચ્ચેથી જ રોકી દેવાામં આવ્યો હતો. આઈપીએલના બાકીના મેચ સપ્ટેમ્બરમાં યુએઈમાં રમાશે. એટલે કે આઈપીએલના ફાઈનલ મેચ બાદજ આઈસીસી ટી-20 વિશ્વકપ શરૂ થશે.

એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ ટુંક સમયમાં જ સત્તાવાર રીતે ટી-20 વિશ્વકપને યુએઈમાં શિફ્ટ કરવા અંગે આઈસીસીને જણાવશે. જો કે વિશ્વકપને યુએઈમાં આયોજીત કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અને ટુંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ટી -20 વર્લ્ડ કપ બે રાઉન્ડમાં રમાશે. પ્રથમ રાઉન્ડ યુએઈ અને ઓમાનમાં યોજાશે. રિપોર્ટ અનુસાર, ‘રાઉન્ડ 1 ની 12 મેચ હશે જેમાં 8 ટીમો ટકરાશે. 8 માંથી 4 ટીમો સુપર 12 માટે ક્વોલિફાય થશે. સુપર 12 માટે બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નમિબીઆ, ઓમાન અને પપુઆ ન્યુ ગિનીની ટીમો એકબીજાની સામે ટકરાશે.

આ પહેલા ટી -20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો. પરંતુ ગયા વર્ષે કોરોનાને કારણે આ ટૂનર્મિેન્ટ રદ કરવામાં આવી હતી. આ પછી, ભારતને તેનું હોસ્ટિંગ સોંપવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે 1 જૂને, ટીસી 20 વર્લ્ડ કપ યોજવાના મુદ્દે નિર્ણય લેવા આઇસીસીએ બીસીસીઆઈને જૂન અંત સુધીનો સમય આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *