અમદાવાદ : કોરોનાને કારણે રાજ્ય સરકારે સચિવાલયમાં બાયોમેટ્રિક્સ સિસ્ટમ બંધ કરી દેવાઇ હતી જેના કારણે કર્મચારીઓ મનફાવે તે સમયે નોકરી પર આવતા હતા.ં હવે સરકારે ફરજ પ્રત્યે બેદરકાર કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. સચિવાલયમાં મોડા આવનારાં સરકારી કર્મચારીઓનો અડધો દિવસનો પગાર કાપવા નક્કી કર્યુ છે.
કોરોનાકાળ પછી સરકારી કર્મચારીઓ સમયસર નોકરીએ આવતા નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેના પગલે નાણાં વિભાગે પરિપત્ર જારી આદેશ કર્યો છેકે, સવારે 10.40 પછી આવનારાં કર્મચારીઓનો અડધો દિવસનો પગાર કાપી લેવાશે.
એટલું જ નહીં, સાંજે 6 વાગે પહેલાં કોઇ કર્મચારી કચેરીથી જઇ શકશે નહીં. નહીતર પગારકાપ કરાશે. જો કોઇ કર્મચારી મહિનામાં બે વાર મોડા આવશે તો કાર્યવાહી કરાશે જયારે ત્રીજી વાર ફરજ પર મોડા આવશે તો અડધા દિવસનો પગાર કાપી લેવાશે.
વારંવાર કર્મચારી મોડા આવશે તો તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કોઇ કર્મચારીને અગમ્ય કારણોસર મોડુ થાય તો અગાઉથી ઉપલા અિધકારીને મોબાઇલ ફોન આૃથવા વોટ્સએપથી જાણ કરવાની રહેશે. ટૂંકમાં, સચિવલાયમાં મનફાવે તે રીતે નોકરી કરતા કર્મચારીઓને મોડુ આવવુ અને વહેલુ ઘેર જવુ ભારે પડશે.