બ્લેક લિસ્ટેડ લલ્લુજી એન્ડ સન્સને રૂા.35 કરોડનો કોન્ટ્રાક્ટ 75 કરોડમાં અપાયો!

અમદાવાદ : ઉત્તરપ્રદેશમાં કુંભમેળામાં ટેન્ટસિંટી બાંધી કરોડોનું કૌભાંડ કરનાર બ્લેક લિસ્ટેડ લલ્લુજી એન્ડ સન્સને નડાબેડ પ્રવાસનના વિકાસ માટે કરોડોનો પ્રોજેક્ટ આપી દેવાતાં ગુજરાત પ્રવાસન વિભાગ પર સવાલો ઉઠયાં છે.

ગુજરાત ટુરિઝમે નડાબેટના પ્રવાસન માટે રૂા.35 કરોડનું ટેન્ડર બહાર પાડયુ હતું તેમ છતાંય લલ્લુજી  એન્ડ સન્સને બમણાં ભાવે એટલે રૂા.75 કરોડમાં પ્રોજેક્ટનું કામ આપી દેવાયુ છે. ટુરિઝમ વિભાગના ભ્રષ્ટ અિધકારીઓએ લલ્લુજી સાથે સાંઠગાંઠ કરીને આખીય ગોઠવણ પાડી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

કચ્છમાં રણોત્સવથી માંડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ય ટેન્ટ સિટીનું કામ લલ્લુજી એન્ડ સન્સને સોપવામાં આવ્યુ છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ માટેનો કોન્ટ્રાક્ટ પણ લલ્લુજીને જ અપાયો છે. ભાજપના નેતાઓ સાથે રાજકીય વગ ધરાવતાં લલ્લુજી એન્ડ સન્સને જ પ્રવાસન વિભાગના મોટાભાગના પ્રોજેક્ટનું કામ અપાય છે.

થોડાક વખત પહેલાં જ ઉત્તર પ્રદેશમાં કુંભમેળામાં ટેન્ટ સિટીનો પ્રોજેક્ટ લલ્લુજી એન્ડ સન્સને સોપાયો હતો જેમાં ખોટા બિલો રજૂ કરીને કરોડોનું કૌભાડ આચરવામાં આવ્યુ હતું જેના કારણે યોગી સરકારે તપાસ આદરી હતી અને કસૂરવાર લલ્લુજી એન્ડ સન્સને બ્લેકલિસ્ટેડ કરી દીધી હતી. ગુજરાતમાં ય રણોત્સવમાં ય આ જ મુદ્દે તપાસ કરાઇ હતી પણ ગુજરાત ટુરિઝમે વગના આધારે લલ્લુજીને ક્લિનચીટ આપી દીધી હતી.

ગુજરાત સરકારે નડાબેડને પ્રવાસન સૃથળ તરીકે વિકસાવવા નક્કી કર્યુ છે. આ સૃથળે વિવિધ કામો માટે ગુજરાત ટુરિઝમે રૂા.35 કરોડનું ટેન્ડર બહાર પાડયુ હતું. આ કામો મેળવવા ત્રણેક કંપનીઓએ ઓછા ભાવ સાથે ટેન્ડર ભર્યા હતાં.જોકે, ટુરિઝમના ભ્રષ્ટ અિધકારીઓએ લલ્લુજી એન્ડ સન્સ સાથે ગોઠવણ પાડી  પ્રોજેક્ટ અપાવવામાં રસ દાખવ્યો છે.

લલ્લુજીને જ કામ મળે તે માટે ઓછા ભાવ ભર્યા હોવા છતાંય ત્રણેય કંપનીના ટેન્ડર રદ કરી દેવાયા હતાં. નડાબેટ પ્રવાસન વિકાસનું કામ લલ્લુજી એન્ડ સન્સને મૂળ ટેન્ડરના બમણાં ભાવ એટલે રૂા.75 કરોેડમાં આપી દેવાયુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આમ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં કેટલાય કોન્ટ્રાકટરો અિધકારીઓ સાથે સાંઠગાઠ રાખીને નિયમિતપણે કોન્ટ્રાક્ટ મેળવતા હોવાની વાત સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *