નવા ઇ-કોમર્સ નિયમોની અસર રોજગારી પર પડશે

નવી દિલ્હી : બિનભાજપ શાસિત રાજ્યોએ કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા ઇકોમર્સને લઇને જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ રાજ્યોની એવી દલીલ છે કે આ નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે.

આ રાજ્યોની એવી દલીલ છે કે કોઇ પણ નવા નિયમો લાગુ કરતા પહેલા તેની રાજ્યોની રેવન્યૂ અને આર્થિક આવક પર અસર ન થાય તેના પર જરૂર ધ્યાન રાખવું. રાજ્યોએ સાથે એમ પણ કહ્યું છે કે અમારી જે પણ સલાહ અને સુચનો છે તેની અસર સરકારના નવા નિયમોના અમલ વચ્ચે ન આવવી જોઇએ.

સરકારે ઇકોમર્સ માટે જે નવા નિયમો બનાવ્યા છે તેમાં ખાસ રીતે ઓનલાઇન રિટેલ કંપનીઓનું રોકાણ વધી જશે. ઇંડસ્ટ્રીના જાણકારો મુજબ એમેઝોન અને વોલમાર્ટની ફ્લિપકાર્ટે પોતાના બિઝનેસ માળખામાં બદલાવ લાવવા પડશે. ગ્રાહક મામલાના મંત્રાલયે કંઝ્યૂમર પ્રોટેક્શન રૂલ્સ 2020માં સંશોધનનું માળખુ તૈયાર કર્યું છે.

સંશોધન ડ્રાફ્ટમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફ્લેશ સેલને સીમિત કરવા અને પ્રાઇવેટ બ્રાંડને મહત્વ આપવા પર લગામ લગાવવામાં આવશે. કંપનીઓ તરફથી કંપ્લાયંસ ઓફિસર અપોઇંટ કરવા અને સેલરીની અનદેખીથી કસ્ટમરને નુકસાન થવા પર તેની જવાબદારી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર નાખવાની પણ જોગવાઇ છે. રાજ્યોની દલીલ છે કે આમ કરવાથી નોકરીઓ પર અસર થઇ શકે છે.

ecommerce

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *