જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર દેખાયું ડ્રોન, સેનાએ 25 રાઉન્ડ ફાયરિંગ કરી તોડી પાડ્યું

આતંકીઓએ ફરી એકવાર ડ્રોન દ્વારા સૈન્ય વિસ્તારને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુમાં એરપોર્ટ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકીઓએ મિલિટરી સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુના કાલુચક મિલિટરી સ્ટેશન પર સવારે 3 વાગે ડ્રોન જોવા મળ્યું હતું, જોકે સેના અલર્ટ પર હતી અને ડ્રોન દેખાતાં જ સેનાએ એના પર 20-25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

રવિવારે રાતે અંદાજે 3 વાગ્યાની આસપાસ કાલુચક મિલિટરી સ્ટેશન ઉપર ડ્રોન જોવા મળ્યું હતું. એને જોતાં જ જવાનોએ 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ પછી ડ્રોન ગાયબ થઈ ગયું હતું. હાલ સેના સર્ચ-ઓપરેશન કરીને ડ્રોનની તપાસ કરી રહ્યા છે.

કાલે એરબેઝ પર બ્લાસ્ટ થયા હતા
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ રાતે 1.37 વાગે થયો હતો અને બીજો 5 મિનિટ પછી 1.42એ થયો હતો. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, બંને બ્લાસ્ટની ક્ષમતા ઘણી ઓછી હતી, તેથી પહેલો બ્લાસ્ટ એક છત પર થયો, તેથી એ છતને નુકસાન થયું હતું, જ્યારે બીજો બ્લાસ્ટ ખુલ્લી જગ્યા પર થયો હતો. બ્લાસ્ટમાં બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. આવું પહેલીવાર થયું છે કે જ્યારે આતંકીઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. હવે આ ઘટનાની તપાસ NIA દ્વારા કરવામાં આવી રહી છે.

ડ્રોન-અટેકમાં રિસ્ક ઓછું
ડ્રોન દ્વારા હુમલામાં ટ્રેનિંગમાં વધારે ખર્ચ નથી કરવો પડતો.. જમીન પર હુમલાની સરખામણીએ ડ્રોન હુમલામાં જોખમ પણ ઓછું છે. ડ્રોન ખૂબ ઊંચી ઊચાઈએ ઊડી શકે છે, એને કારણે એ રડારની પકડમાં આવવાની શક્યતા પણ ઓછી રહે છે. એ સંજોગોમાં એને શંકાની નજરે જોવામાં નથી આવતું. આતંકી સંગઠન આ ટ્રિકનો ઉપયોગ ફરી પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *