ગુજરાતના નાનકડા ગામને અફઘાનિસ્તાનના રાજદૂતે ચર્ચામાં લાવી દીધુ, પીએમ મોદી પણ જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીજ મામુંદજઈ (Farid Mamundzay) ની ટ્વીટ કરીને રાજસ્થાન અને ગુજરાતના એક ગામમાં આવવા આમંત્રણ આપ્યું. આ ટ્વીટ બાદ તમામ લોકો એ જાણવા મથી રહ્યા છે આ આખરે આ કયુ ગામ છે. આ ચર્ચાથી ગુજરાતનું એક નાનકડુ એવુ હરિપુરા (Haripura) ગામ ચર્ચામા આવ્યું છે.

અફઘાનિસ્તાનના રાજદૂતે ટ્વીટ કરી 
હકીકતમાં બન્યુ એમ હતું કે, નેશનલ ડોક્ટર્સ ડે પર ભારતના એક તબીબ ચર્ચામાં આવ્યા હતા. આ ચર્ચામાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. ભારતમા અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદજઈ (Farid Mamundzay) એ બુધવારે ટ્વીટ કરીને એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા તેઓ સારવાર કરવા એક ડોક્ટર પાસે ગયા હતા. ત્યારે તે ડોક્ટરને માલૂમ પડ્યું કે તેઓ અફઘાનિસ્તાનના રાજદૂત છે. તેથી ડોક્ટરે તેમની પાસેથી ફી લીધી ન હતી. તેઓએ જ્યારે ફી ન લેવાનું કારણ પૂછ્યુ તો ડોક્ટરે કહ્યુ કે, તેઓ એક ભાઈ પાસેથી રૂપિયા નથી લઈ શક્તા. આ બાદ ફરીદે ભારતના પ્રેમ અને સન્માન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

એક ટ્વિટર યુઝરે હરિપુરા આવવા આમંત્રણ આપ્યું
ફરીદ મામુંદજઈ (Afghanistan Ambassador) ની આ ટ્વીટ પર બાલકૌરસિંહ ઢિલ્લન નામના એક ટ્વિટર યુઝરે તેઓને પોતાના ગામ હરિપુરામાં આવવા આમંત્રણ આપ્યુ. તેથી મામુંદજઈએ તેમને પૂછ્યું કે, શું તે ગુજરાતના સુરતનું હરિપુરા ગામ છે? તો આ પર બાલકૌરે કહ્યુ કે, તેમનુ નામ હરિપુરા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામા છે. તેના બાદ મામુંદજઈએ કહ્યું કે, અફઘાનિસ્તાનની સાથે રાજસ્થાનનો પણ ઈતિહાસ છે અને તેઓ એક દિવસ હરિપુરા જરૂર જશે. તેમણે કહ્યું કે, સ્થિતિ સામાન્ય થવા પર તેઓ ભારતના અનેક વિસ્તારોની મુલાકાત લેવા ઈચ્છે છે.

તેના બાદ પીએમ મોદીએ કરી ટ્વીટ
અફઘાનિસ્તાનના રાજદૂતનો આ કિસ્સો ટ્વિટર પર વાયરલ થવા લાગ્યો. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ મામુંદજઈએ પણ એક ટ્વીટનો જવાબ આપ્યો કે, તમે બાલકૌર ઢિલ્લોનના હરિપુરા પણ જાઓ અને ગુજરાતના હરિપુરામાં પણ જાઓ. ગુજરાતનું હરિપુરા પણ ઈતિહાસમાં મહત્વનુ છે. મારા ભારતના ડોક્ટર સાથેનો જે અનુભવ તમે શેર કર્યો, તે ભારત-અફઘાનિસ્તાનના સંબંધોની મહેંક ફેલાવશે.

બાલકૌરે આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીની ટ્વીટ બાદ બાલકૌરે પણ ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ પર કહ્યુ કે, પ્રધાનમંત્રીજી તમે ખેડૂત પુત્ર તેમજ મારા હરિપુરા ગામનું નામ લઈને જે સન્માન આપ્યુ છે તે માટે આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *