દેશી વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેકે કોવેક્સિનની ત્રીજા અને અંતિમ ફેઝની ટ્રાયલ પૂરી કરી લીધી છે. આ સાથે જ કંપનીએ સત્તાવાર રીતે ત્રીજા ફેઝનું રિઝલ્ટ પણ જાહેર કરી દીધું છે. રિઝલ્ટ પ્રમાણે કોવેક્સિન કોરોનાના ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિએન્ટના દર્દીઓ પર પણ અસરકારક નોંધાઈ છે.
ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના પરિણામના આધારે જણાવ્યું કે, કોરોના સામેની કોવેક્સિન વેક્સિન ઓવરઓલ 77.8 ટકા પ્રભાવશાળી નોંધાઈ છે.
ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ અસરકારક
આ વેક્સિન સમગ્ર વિશ્વમાં ભય ફેલાવી રહેલા ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ સામે 65.2 ટકા અસરકારક નોંધાઈ છે. જ્યારે ગંભીર સંક્રમણથી બચાવવામાં કોવેક્સિન 93.4 ટકા અસરકારક ગણાવાઈ છે. Asymptomatic કોરોના દર્દીઓ પર તે 63.6 ટકા અસરકારક સાબિત થઈ છે.
કોવેક્સિનની એફિકેસી 77.8 ટકા
કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલથી જાણવા મળ્યું છે કે, તેની ઓવરઓલ એફિકેસી 77.8 ટકા છે. જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર તેની ઓવરઓલ એફિકેસી 93.4 ટકા છે.
કોવેક્સિન 60 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો પર 67.8 ટકા અને 60 વર્ષ કરતા ઓછી ઉંમરના લોકો પર 79.4 ટકા પ્રભાવશાળી છે. જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન આશરે 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પણ નોંધાઈ હતી.