ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ પર સૌથી મોટી રેડ, 172થી વધુ જુગારીઓ ઝડપાયા

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચાલતા મનપસંદ જુગારધામ પર રેડ પાડતા જ જુગારી નાસભાગ મચી ગઇ હતી.  સોમવારે વહેલી સવાર સુધી સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી ચાલી હતી. જીમખાનાની આડમાં જુગારધામ ધમધમતું હતુ. દરિયાપુર તંબુ પોલીસ ચોકી 100 મીટર નજીક આવેલ મનપસંદ જીમ ખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી હતી.

જો કે રેડ કરતાની સાથે જ જુગાર રમતા જુગારીઓ ભારે નાસભાગ મચી ગઇ હતી.સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ દરમિયાન લગભગ 172 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા છે. મનપસંદ જીમખાના દ્રારા અલગ અલગ સાત બિલ્ડિંગમાં આ જુગારધામ ચલાવાતું હતું. આ જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ચલવતો હતો.પોલીસએ તેને પણ ઝડપી પાડયો છે. જુગારધામમાંથી 2 લાખ રોકડા 15 વાહનો મળી આવ્યાં છે.

એટલું જ નહીં મનપસંદ જીમખાનાના સંચાલક દ્વારા અગાઉ હાઇકોર્ટમાં જઇ જીમખાનામાં રમતગમત અને અન્ય સેવાકીય કામ માટે મંજૂરી માગી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આટલી મોટી રેડ અને આટલા મોટા માત્રામાં જુગારીઓ પકડાયા એવો પહેલો કેસ નોંધાશે.

દરિયાપુર મનપસંદ જીમખાના પર ચાલતુ જુગારધામ શહેરના ઉચ્ચ અધિકારીઓના રહેમ નજર હેઠળ ચાલતું હતું. જેથી મનપસંદ જીમખાનામાં ચાલતું જુગારધામ પર સ્થાનિક પોલીસ કે અન્ય કોઈ એજન્સી રેડ પાડતું ન હતુ.એટલું જ નહીં તંબુ પોલીસ ચોકીના 100 મીટરમાં મસ મોટુ જુગારધામ ચાલતું હતુ.છતાં સ્થાનિક પોલીસ રેડ પાડતું ન હતુ.

આ જુગારધામ છેલ્લાં કેટલા વર્ષોથી ચાલી રહ્યુ છે. જે પણ ઝોનમાં ઉચ્ચ અધિકારી પોસ્ટિંગ થાય તેવું જ જુગારધામ ચલાવવા સેટિંગ કરી દેવામાં આવતું હતુ.જેથી મનપસંદ જીમખાનામાં બિન્દાસ રાત દિવસ જુગારધામ ધમધમતું હતુ. નવાઈની વાત છે કે રથયાત્રા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ થઈ રહ્યુ છે ત્યાંજ ખુલ્લેઆમ જુગારધામ ચલાવવામાં આવી રહ્યુ છે.

જુગારધામ ચલાવવા માટે દરિયાપુરની વાઘજીપુરા પોળની અંદર જ અલગ-અલગ 10થી વધુ મકાન રાખેલા છે.જે અલગ-અલગ મકાનમાં જુગારીઓ બેસાડી જુગાર રમાડવામાં આવતું હતું. જુગારીઓને કોંઈન મારફતે જુગાર રમાડવામાં આવતો હતો.પોળમાં જુગારધામ ચાલતું છતા કોઈ વિરોધ કરતો ન હતો જેનું કારણ હતુ કે તમામ લોકોને પૈસાની મદદ કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. જો કે જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ચલાવતો હતો,.

જેની સાથે અન્ય 7 લોકો ભાગીદારી હોવાનું સામે આવ્યુ છે.પરંતુહાલ દરિયાપુર પોલીસ સ્ટેશન ગુનો નોંધવાની તજવીજ શરૂ છેત્યારે જોવાનું રહ્યુ કે ઉચ્ચ અધિકારીની નેજા હેઠળ ચાલતું જુગારધામ હતું છતા પણ કોઈ નાના અધિકારીઓનો ભોગ લેવાશે કે કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *