જયપુરમાં સિંધી કેમ્પ પોલીસે 3 ઠગની ધરપકડ કરી છે. આ પૈકી એક ભૂતપુર્વ સૈનિક છે. ત્રણેય જયપુરમાં સિંધી કેમ્પ વિસ્તારમાં એક હોટેલમાં રોકાયા હતા. તેઓ મોંઘી ગાડીઓમાં ફરતા હતા અને વિવિધ શહેરોમાં જઈને લોકો પાસેથી તાંત્રિક વિદ્યાના નામે રોકડ રૂપિયાની છેતરપિંડી કરતા હતા. સિંધી કેપ પોલીસે તંત્ર-મંત્ર તથા પૂજા સામાન, પોલીસનું સ્ટિકર લાગેલી કાર પણ જપ્ત કરી છે.
ગુજરાતમાં વતની છે ત્રણેય વ્યક્તિ
DCP વેસ્ટ પ્રદીપ મોહન શર્માએ જણાવ્યું હતું કે મહેસાણાના ગુંજામાં રહેતો નરેશ ગિરી, અમદાવાદના સરખેજમાં રહેતો મોહમ્મદ કામિલ તથા બનાસકાંઠામાં રહેતા કનૂ જોશીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય તાંત્રિક ગુજરાતના રહેવાસી છે. તેઓ બે દિવસ અગાઉ જયપુર આવ્યા હતા. આ ત્રણેય વ્યક્તિ સામે ભીલવાડામાં રહેતા ગૌરવ સિંહે ફરિયાદ કરી છે.
ગૌરવે પોલીસને આપેલી માહિતી પ્રમાણે ત્રણેય છેતરપિંડી કરવા માટે એક ખાસ તંત્ર વિદ્યા મારફતે પૈસા બમણા કરી આપવાની કલા જાણતા હતા. કોઈ તેમને પૈસા આપતા તો તેઓ તેને બમણા કરી આપતા હતા. આ સંજોગોમાં ગૌરવના એક સંબંધિએ તેમને રૂપિયા 50 હજાર આપ્યા હતા. સંબંધીના કહેવાથી ગૌરવે પણ તેમને રૂપિયા 50 હજાર આપ્યા હતા.
બન્ને થઈને રૂપિયા એક લાખ આપ્યા હતા. નાણાં બે ગણા નહીં થવાથી તેમની વચ્ચે વિવાદ થયો હતો. જ્યારે ત્રણેય વ્યક્તિ પાસે પૈસા પાછા માંગવામાં આવ્યા તો તેઓ ધમકી આપવા લાગ્યા હતા. ત્રણેય વ્યક્તિએ પોતાને ગુજરાત પોલીસ તરીકે ઓળખ આપી હતી. આ અંગે ગૌરવે પોલીસને જાણ કરી હતી.
લોખંડ અને તાંબાની ચીજોને સોનામાં બદલી નાંખવાનો દાવો કરતા
સિંધીકેપ સ્થિત ગુંજન સોનીએ જણાવ્યું હતું કે તપાસમાં માલુમ પડ્યું હતું કે નરેશ રિગી અગાઉ આર્મીમાં હતો. ધરપકડ કરાયેલ ત્રણેય ઠગ એકબીજાના મિત્ર છે. ત્રણેય લોકો પહેલા લોકોને વિશ્વાસમાં લેતા હતા. દાવો કરતા હતા કે તેઓ તાંત્રિક વિદ્યા જાણે છે. ત્યારબાદ લોકોને ધનવર્ષા, રૂપિયા બમણા કરવા, લોખંડ તથા તાંબાની વસ્તુઓને સોનામાં બદલી નાંખવાના દાવા કરે છે. ત્યારબાદ વિવિધ શહેરોમાં જઈ હોટેલોમાં લોકોને મળે છે.
લોકોને ફસાવવા માટે હોટેલમાં જ બોલાવી લેતા હતા. તેમની સાથે હોટેલમાં રોકાતા. આ ઉપરાંત હોટેલમાં રોકાવા માટેનો ખર્ચ પણ તેમની પાસેથી જ વસૂલ કરતા હતા. તંત્ર વિદ્યાની વાત કહી તેમની પાસેથી પૈસા લેતા હતા. ભંડોળ એકત્રિત થયા બાદ તેઓ ખોટા દાવા કરતા હતા. રૂપિયા માંગવાના સંજોગોમાં પોલીસમાં હોવાની ધમકી આપતા હતા. પોલીસે હોટેલની તપાસ કરતા તેમના રૂમમાંથી લીલા, લાલ કપડાં, કારા દારો તથા અન્ય સામગ્રી મળી આવી હતી.