કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ 7 જુલાઇ સાંજે 6 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે જેવા નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે.આ ઉપરાંત કેટલાંક અન્ય નેતાઓને પણ દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે મોદી કેબિનેટમાં પછાત વર્ગોના મંત્રી ઓની સંખ્યા વધુ હશે અને યુવાનો અને દલિત પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવશે.
કેબિનેટ વિસ્તરણમાં કુલ 20 થી વધુ મંત્રીઓ શપથ લેશે
સંભવિત પ્રધાનો(Minister)માં બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી, યુપીથી અનુપ્રિયા પટેલ ઉપરાંત મનોજ તિવારી, હિના ગેવીત અને રાહુલ કાસવાન જેવા યુવાનોનાં નામ પણ છે. જયારે કર્ણાટકથી કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગને પરાજિત કરનાર ઉમેશ જાધવને પણ કેબિનેટ વિસ્તરણમાં સ્થાન મળી શકે છે. કર્ણાટકથી બીજું નામ શિવ કુમાર ઉદાસી અથવા બી.વાય.રાઘવેન્દ્ર હોઈ શકે છે જે લિંગાયત સમુદાયમાંથી આવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે યોજાનારા કેબિનેટ વિસ્તરણમાં કુલ 20 થી વધુ મંત્રીઓ શપથ લઈ શકે છે.
પશ્ચિમ બંગાળના સાંસદ નિશીથ પ્રમાણિકને પણ મંત્રીમંડળમાં સ્થાન
પશ્ચિમ બંગાળના સાંસદ નિશીથ પ્રમાણિકને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તેવો છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં છે. ભાજપના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર નવા મંત્રીઓની શપથ બુધવારે સાંજે થઈ શકે છે. ભાજપના સૂત્રોએ એમ પણ કહ્યું કે હાલમાં 3-4- કેબિનેટ મંત્રીઓને પણ હટાવી શકે છે. જોકે આ પ્રધાનો કોણ હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
મોદી કેબિનેટમાં મંત્રી બનવાની યાદીમાં આ નામ આગળ
. જ્યોતિરાદિત્ય સિંધિયા
. સર્વાનંદ સોનોવાલ
. નારાયણ રાણે
. શાંતનુ ઠાકુર
. પશુપતિ પારસ
. સુશીલ મોદી
. રાજીવ રંજન
. સંતોષ કુશવાહા
. અનુપ્રિયા પટેલ
. વરુણ ગાંધી
. પ્રવીણ નિષાદ
મોદી સરકારમાં 53 નેતાઓ મંત્રીઓ છે
મોદી સરકારના સાંસદોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 81 નેતાઓને મંત્રી બનાવી શકાય છે અને હાલ મોદી સરકારમાં 53 નેતાઓ મંત્રીઓ છે એટલે કે કેબિનેટમાં વધુ 28 નેતાઓ માટે હજુ પણ સ્થાન છે. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેબીનેટ વિસ્તરણમાં 20 થી વધુ નેતાઓને સ્થાન મળશે નહીં અને કેટલાક નેતાઓના મંત્રાલયમાં પણ ફેરફાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વરિષ્ઠ પ્રધાનો સાથે લાંબી ચર્ચા પણ કરી હતી. આ સિવાય પાર્ટી સ્તરે પણ અનેક બેઠકો સતત યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં કેટલાક દિવસોથી મંત્રીમંડળમાં ફેરબદલના સંકેતો મળી રહ્યા છે.