અમિત શાહ રથયાત્રા પૂર્વે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ : અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી અષાઢી બીજના રથયાત્રા નીકળે તે હવે લગભગ નિશ્ચિત છે ત્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રા પૂર્વે યોજાતી મંગળા આરતીમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૧૨ જુલાઇના છે. પરંતુ તેના બે દિવસ અગાઉ જ એટલે કે ૧૦ જુલાઇના મોડી સાંજે જ અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે. આ પછી તેઓ ૧૧ જુલાઇએ એપીએમસી ખાતે લોકાર્પણ-ખાત મુર્હૂત તેમજ સાઉથ બોપલ ખાતેના સિવિક સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પછી ૧૨ જુલાઇએ ગૃહમંત્રી સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પૂર્વે યોજાતી મંગળા આરતીમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેવાના છે.

કેન્દ્રિય ગૃહમંત્રીના આગમનને પગલે જગન્નાથ મંદિરનો સલામતી બંદોબસ્ત વધુ જડબેસલાક કરી દેવાયો છે. છેલ્લા એક મહિનામાં અમિત શાહ બીજી વખથ ગુજરાત પ્રવાસે આવશે. અગાઉ ૨૦ જૂને અમદાવાદની મુલાકાત વખતે તેમણે એસજી હાઇવે પરના ફ્લાય ઓવર બ્રિજ, ખોડિયાર-કન્ટેનર યાર્ડનું લોકાર્પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *