RBI એ વિવિધ નિયમોના ભંગ બદલ ૧૪બેન્કને ૧૪.૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

રિઝર્વ બેન્કે બુધવારે સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બંધન બેન્ક સહિત 14 બેન્ક પર 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ 2 કરોડ રૂપિયાનો દંડ બેન્ક ઓફ બરોડા પર લાગ્યો છે. સ્ટેટ બેન્કને 50 લાખનો દંડ ફટકારાયો છે. વિવિધ નિયમોના ભંગ બદલ તથા NBFCને ધિરાણ આપવાના મુદ્દે કરાયેલા નિયમ ભંગ બદલ રિઝર્વ બેન્ક દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે કહ્યું હતું કે બેન્કોના હિસાબ તપાસતાં જણાયું હતું કે DHFL અને તેની જૂથ કંપનીઓ સાથેના વ્યવહારમાં બેન્કોએ કેટલીક જોગવાઈનું પાલન કર્યું નહોતું. રિઝર્વ બેન્કે આ અગાઉ આ તમામ બેન્કોને શો કોઝ નોટિસ પાઠવી હતી. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું હતું કે આ દંડ જોગવાઈનું પાલન નહીં કરવા માટે છે. બેન્કો દ્વારા કરાયેલા વ્યવહારને કાયદેસરતા આપવાનો કોઈ હેતુ નથી.

કંઈ કંઈ બેન્કને કેટલો દંડ

બેન્ક રકમ રૂ.
બંધન બેન્ક 1.0 કરોડ
બેન્ક ઓફ બરોડા 2.0 કરોડ
બેન્ક ઓફ મહારાષ્ટ્ર 1.0 કરોડ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 1.0 કરોડ
ક્રેડિટ સ્યુઇસ એજી 1.0 કરોડ
ઇન્ડિયન બેન્ક 1.0 કરોડ
ઇન્ડસઇન્ડ બેન્ક 1.0 કરોડ
કર્ણાટક બેન્ક 1.0 કરોડ
કરુર વૈશ્ય બેન્ક 1.0 કરોડ
પંજાબ એન્ડ સિંધ બેન્ક 1.0 કરોડ
સાઉથ ઇન્ડિયન બેન્ક 1.0 કરોડ
સ્ટેટ બેન્ક 0.50 લાખ
જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક 1.0 કરોડ
ઉત્કર્ષ સ્મોલ ફાઈ.બેન્ક 1.0 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *